અમદાવાદની ૨૧ બેઠકો માટે ૨૪૯ ઉમેદવારઃ સૌથી વધુ ૨૯ બાપુનગરમાં


અમદાવાદ,

અમદાવાદ શહેર
અને ગ્રામ્ય સહિતની જિલ્લાની ૨૧ બેઠકો માટે કુલ ૨૪૯ ઉમેદવારો મેદાને છે. સૌથી વધુ
૨૯ ઉમેદવાર બાપુનગરની બેઠકોમાં છે.જ્યારે સૌથી ઓછા પાંચ જ ઉમેદવાર નારણપુરાની
બેઠકમાં છે.૨૧ બેઠકો માટે કુલ ૪૧૫ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા અને જેમાંથી ૮૪
ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે ૮૨ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે.

અમદાવાદ શહેરની ૧૬ અને ગ્રામ્યની પાંચ સહિત
કુલ ૨૧ બેઠકો માટે કુલ ૫૪૯ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.જેમાં એક ઉમેદવારે એકથી વધુ
ઉમેદવારે ફોર્મ ભર્યા હતા અને એક જ પાર્ટીમાંથી એક જ બેઠકમાં બેથીત્રણ ઉમેદવારોના
ફોર્મ ભરાયા હતા.ડમી ફોર્મ બાદ કરતા કુલ ૪૧૫ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા.જેમાંથી
૮૪ ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા બાદ ૩૩૧ માન્ય ઉમેદવારો હતા.જેમાંથી ૧૮મીએ બે
ત્યારબાદ ૧૯મીએ ૧૯ અને આજે સૌથી વધુ ૬૧ ઉમેદવાર સહિત ૮૨ ઉમેદવારોના ફોર્મ પરત
ખેંચાતા હવે ચૂંટણી લડનારા કુલ ૨૪૯ ઉમેદવારો છે.સૌથી વધુ ૫૫ ફોર્મ બાપુનગર બેઠકમાં
ભરાયા હતા.જેમાંથી માન્ય ઉમેદવાર ૩૫ હતા અને છ ફોર્મ ખેંચાતા ચૂંટણી લડનારા
ઉમેદવારો ૨૯ છે.જે તમામ બેઠકોમાં સૌથી વધુ છે.જ્યારે નારણપુુરા બેઠકમાં ડમી ફોર્મ
સાથે ૧૫ ફોર્મ ભરાયા હતા અને ઉમેદવાર સાત હતા.જેમાંથી એકનું ફોર્મ રિજેક્ટ થયા બાદ
માન્ય છ ઉમેદવાર હતા.જેમાંથી એક ઉમેદવારનું ફોર્મ પાછુ ખેંચાતા ચૂંટણી લડનારા
માત્ર પાંચ જ ઉમેદવાર છે. જે તમામ બેઠકોમાં સૌથી ઓછા છે.મહત્વનું છે કે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે બેઠકમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે ઘાટલોડીયા
બેઠકમાં કોંગ્રેસ અને આપ ઉમેદવાર સહિત તેઓની સામે આઠ ઉમેદવાર મેદાને છે.

કઈ
બેઠકમાં કેટલા ઉમેદવાર

બેઠક ઉમેદવાર

ઘાટલોડિયા ૦૯

વેજલપુર ૧૫

વટવા ૧૪

એલિસબ્રિજ ૦૯

નારણપુરા ૦૫

નિકોલ ૧૨

નરોડા ૧૭

ઠક્કરબાપાનગર ૦૯

બાપુનગર ૨૯

અમરાઈવાડી ૧૭

રિયાપુર ૦૭

જમાલપુર-ખાડીયા ૦૮

મણિનગર ૦૯

દાણીલીમડા ૧૨

સાબરમતી ૦૯

અસારવા ૦૭

સ્ક્રોઈ ૦૬

ધોળકા ૧૫

ધંધુકા ૧૧

વિરમગામ ૧૪

સાણંદ ૧૫

કુલ ૨૪૯



Source link

Leave a Comment