આ અંગે મળતી માહિતી પ્રમાણે, પૂર્વ વિસ્તારમાં રહેતી 35 વર્ષની મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ગાંધીનગર જિલ્લાના ગામમાં રહેતા પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યુ છે કે, તેના 11 વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ એક વર્ષ સુધી સારી રીતે તેને રાખતા હતા. જે બાદમાં ઘર કામની નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા. પ્રથમ દીકરીનો જન્મ થયા બાદ મહિલાને હેરાન ગતિ વધી ગઇ હતી. જેથી તેણે સાસરિયા સામે કેસ કર્યો હતો. જે બાદ સંબંધીઓ દ્વારા તેમનું સમાધાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટ: ભાઇને ખબર પડતા કરી નાંખી બહેનની હત્યા
જે બાદ ફરીથી તેઓ એક ઘરમાં રહેવા લાગ્યા હતા. પરંતુ પતિ પત્ની અલગ અલગ રહેતા હતા. પતિ બેકાર હતો કોઇ કામધંધો કરતો ન હતો. જેથી દુકાન શરૂ કરવા માટે 2 લાખની માંગણી કરતો હતો. જે બાદ ફરીથી પત્નીને પિયર મોકલી દીધી હતી.
પરિણીતાએ પિયરમાં જ દીકરાને જન્મ આપ્યો હતો. જેથી પતિએ તેની પર અનેક સવાલ કર્યા હતા. પતિ પત્ની પર આરોપ લગાવતો હતો કે આ છોકરો મારો નથી. તો કોનો છે? આખરે કંટાળીને મહિલાએ પતિ સામે ગુનો નોંધાવ્યો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર