પત્નીને આડાસંબંધની જાણ થતાં ફટકારી
વટવામાં રહેતી 39 વર્ષીય મહિલા એકાદ અઠવાડિયાથી પિયરમાં પીયરજનો સાથે રહે છે. વર્ષ 2001માં તેના લગ્ન દાણીલીમડાના યુવક સાથે થયા હતા. લગ્નના દસેક વર્ષ પછી મહિલાનો પતિ નશાના રવાડે ચઢ્યો હતો. નશાની હાલતમાં અવારનવાર મહિલા સાથે તેનો પતિ તકરાર કરતો અને ઝગડા કરી માર મારતો હતો. પરંતુ મહિલાને તેનું ઘર તૂટવા દેવું ન હોવાથી તે તેના પતિનો આ ત્રાસ સહન કરતી હતી. સાથે જ બે-એક વર્ષથી તેના પતિને વિધર્મી યુવતી સાથે આડાસંબંધ હોવાની જાણ મહિલાને થઈ હતી. મહિલાએ એ બાબતે વાત કરતા તેના પતિએ તેને માર મારતા મહિલાને આંખમાં ઇજાઓ થઈ હતી. પતિએ તકરાર કરી છૂટાછેડા આપવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: ગુજરાત બોર્ડર પર લોંખડી સુરક્ષાના કારણે દારૂ ઘુસાડવા બંટી-બબલીએ અજમાવ્યો નવો જ પેંતરો
પત્નીને પહેરેલા કપડે જ ઘરમાંથી કાઢી મુકી હતી
મહિલાએ આ બાબતે તેની સાસુને કહેતા તેઓએ પણ દીકરાનો પક્ષ લઈ બબાલ કરી મહિલાની એક વાત સાંભળી નહોતી. થોડા દિવસ પહેલા મહિલાના પતિએ દારૂ પીને ઘરે આવી મહિલા સાથે બબાલ કરી તેને પહેરેલા કપડે જ ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ મહિલાએ પોલીસને અરજી આપી હતી. જે મામલે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ આ એક જ યુવતી સાથે આડાસંબંધ રાખ્યા હતા કે અન્ય કોઈ યુવતીઓને પણ પ્રેમજાળમાં ફસાવી છે, એ બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Crime news, Gujarat News