‘હું મોવડી મંડળનો આભાર માનું છું’
લવિંગજીનાં ચૂંટણી પ્રચારમા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, હું રાધનપુરમાં 50 હજાર મત જીતી રહ્યો છું. એવો રિપોર્ટ આવી રહ્યો હતો. પરંતુ મોવડીમંડળે મને કહ્યુ કે, આખા ગુજરાતમાં તારો ઉપયોગ કરવો છે એટલે મને બીજે મુક્યો છે. હું મોવડી મંડળનો આભાર માનું છું.આ પણ વાંચો: કોંગ્રેસે વોટ બેંક માટે જ રામ મંદિર ન બનાવ્યું: અમિત શાહ
અલ્પેશ ઠાકોરની વ્યથા
આ સાથે અલ્પેશ ઠાકોરે પોતાની વ્યથા સંભળાવતા કહ્યુ કે, મારી કમનસીબી છે કે હું, જ્યાં જાઉં ત્યાં મને બહારનો કહે છે. મને ખબર નથી હું ક્યાંનો છું. હું બધાનો છું એટલે એવું લાગે છે. મારા અને શંકરભાઈ પર વિશ્વાસ મુકી લવિંગજીને જીતાડજો. લવિંગજીની બધી ભૂલોને ભૂલીને માફ કરી જીતાડજો.
આ પણ વાંચો: વધુ એક કોંગ્રેસી નેતાએ કર્યા કેસરિયા
આપને જણાવીએ કે, વર્ષ 2017માં રાધનપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અલ્પેશ ઠાકોરે બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારના છેલ્લા દિવસે નરેન્દ્ર મોદી લાખો રૂપિયાના મશરૂમ ખાઈને ગોરા થયા હોવાનું નિવેદન કરીને એક નવો વિવાદ ઊભો કર્યો હતો. અલ્પેશ ઠાકોરનો એક વીડિયો હાલ ભારે ચર્ચામાં છે.
અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરીએ રાધનપુરમાં કર્યો પ્રચાર
ભાજપ ઉમેદવાર લવિંગજી ઠાકોર માટે કર્યો પ્રચાર
અલ્પેશ ઠાકોરે કહ્યું, લવિંગજી માટે અમે બંને જામીનદાર#Election2022 #GujaratElections #GujaratElections2022 #Gujarat #BJP pic.twitter.com/FWUUH28wax
— News18Gujarati (@News18Guj) November 22, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અલ્પેશ ઠાકોર, ગુજરાત, ગુજરાત ચૂંટણી, પાટણ