આજે કંપનીના શેર એનએસઈ પર 11.51 ટકા તૂટી ગયા છે.


નવી દિલ્હીઃ ડિજિટસ વોલેટ પેટીએમ ચલાવનારી કંપની વન 97 કમ્યુનિકેશનના શેરોમાં મંગળવારે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેર એનએસઈ પર 11.51 ટકા તૂટી ગયા છે. ઈન્ટ્રાડેમાં આજે આ શેરે તેનું ઓલટાઈન લો સ્તર 474.30 રૂપિયાને સ્પર્શ કર્યુ છે. જિયો ફાઈનાન્શિયવ સર્વિસિઝની સેવા શરૂ થવાની શક્યતાને આજે પેટીએમમાં ઘટાડો આવવાનું કારણ માનવામાં આવી રહ્યુ છે. ઘણા વિશ્લેષકોનું કહેવુ છે કે, જેએફએસ શરૂ થવા પર પેટીએમના બિઝનેસને નુકસાન થશે.

10 ટકાથી વધારે ઘટાડો

પેટીએમના શેર બીએસઈ પર 10 ટકાથી વધારે ઘટીને 476.65 રૂપિયાના નીચલા સ્તરે આવી ગયા છે. ગત એક સપ્તાહમાં શેરમાં 23 ટકા ઘટાડો આવ્યો છે. પેટીએમના શેર શરૂઆતથી જ રોકાણકારોને નુકસાન કરાવી રહ્યા છે. દિવસ વિતવાની સાથે જ આ શેરની નફો આપવાની આશા પણ ધૂંધણી બની રહી છે. જ્યારે પણ આ શેર થોડો વધે છે, તો પછી તેને ઝાટકો લાગી જાય છે.આ પણ વાંચોઃ લગ્નની સિઝનમાં શરૂ કરો આ બિઝનેસ, એકવાર છવાઈ ગયા તો કમાણી જ કમાણી

સંસ્થાગત રોકાણકારોની વેચવાલીથી દબાવ વધ્યો

મનીકંટ્રોલની એક રિપોર્ટ અનુસાર, સંસ્થાગત રોકાણકારોની તરફથી કરવામાં આવી રહેલી ભારે વેચવાલીના કારણે પણ પેટીએમના શેર દબાવમાં આવી ગયા છે. એસવીએફ ઈન્ડિયા હોલ્ડિંગ્સે 555.67 રૂપિયા પ્રતિ શેરના સરેરાશ મૂલ્ય પર 2.93 કરોડના શેર વેચ્યા છે. તેની કુલ કિંમત 1,630.89 કરોડ રૂપિયા છે. સપ્ટેમ્બર 2022 સુધી એસવીએફની પાસે પેટીએમમાં 11.32 કરોડ શેર અથવા 17.45 ટકા ભાગીદારી હતી.

આ પણ વાંચોઃમિસ વર્લ્ડ માનુષી છિલ્લર જેના પ્રેમમાં પડી તે બિઝનેસમેન નિખિલ કામથ કોણ છે?

JFS થી જોખમ

વિશ્લેષકોનું માનવું છે કે, જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝથી પણ પેટીએમને નુકસાન થશે. જિયો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં જ તેના નાણાકીય સેવા વ્યવસાયને અલગ કરવાનું અને તેનું નામ બદલીને જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝ કરવાની જાહેરાત કરી છે. મેક્વેરીના એક વિશ્લેષકે ક્હયુ કે, નેટવર્થની દ્રષ્ટિએ એચડીએફસી ટ્વિન્સ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક પછી જેએફએસ ભારત પાંચમી સૌથી મોટી નાણાકીય સેવા કંપની હોઈ શકે છે.


મેક્વેરી કેપિટલ સિક્યોરિટીઝના વિશ્લેષક સુરેશ ગણપતિએ કહ્યુ તે, જિઓ કયા ગ્રાહક સેગમેન્ટને સેવા પ્રદાન કરશે, તે હાલ કહેવુ યોગ્ય નથી. પરંતુ, એવુ સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યુ છે કે, જેએફએસનું ધ્યાન ગ્રાહક અને વેપારી ધિરાણ પર હશે. આ બંને જ બજાજ ફાઈનાન્સ જેવી એનબીએફસી અને પેટીએમ જેવી ફિનટેક કંપનીઓને મુખ્ય આધાર છે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Paytm, Stock market



Source link

Leave a Comment