- અભિનેત્રી પડકારરૂપ રોલ કરવા તત્પર
મુંબઇ : આલિયા ભટ્ટ હાલ ન્યુ મધરનો આનંદ અને અનુભવ માણી રહી છે. ઓછા વરસોમાં તે બોલીવૂડની ટોચની અભિનેત્રી બની ગઇ છે. તેની મોટા ભાગની ફિલ્મો સફળ નીવડી છે.
આલિયાએ ફિલ્મો પછી તેણે હોલીવૂડના ઓટીટી પ્લેટફોરેમ પર ડેબ્યુ કર્યું છે. હવે તેને ફક્ત હોલીવૂડ જ નહીં પરંતુ વિવિધ વિદેશી ભાષાઓની ફિલ્મમાં પણ કામ કરવાની ઇચ્છા થઇ છે. આલિયાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેને જાપનીસ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હોવાનું જણાવ્યું છે.
આલિયાએ કહ્યુ હતું કે, મને ફક્ત હોલીવૂડ ફિલ્મોમાં જ નહીં પરંતુ દુનિયાના કોઇ પણ ખૂણાના વિવિધ અને મનપસંદ વિષયની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. મારે ચીલાચાલૂ ફિલ્મ કરતાં પડકારરૂપ ફિલ્મો કરવી છે. મને જાપનીસ ભાષા બોલવાનું ફાવશે તો હું તે ભાષાની ફિલ્મ કરવા પણ રાજી છું.