આ મુઘલ બાદશાહોને લાગ્યો હતો ભારતનો રંગ, માંસ ખાવાથી રહેતા દૂર, નામ જાણીને વિશ્વાસ નહીં થાય


મોગલ સમ્રાટો માંસના ખૂબ શોખીન હોવાની મોટાભાગના લોકોમાં આ માન્યતા છે. જ્યારે પણ મુગલ કાળના ખોરાકની વાત આવે છે, ત્યારે માંસ, ચિકન અને માછલીનો ઉલ્લેખ કરવામાં આવે છે. જોકે, ઇતિહાસની ઘટનાઓ પર નજર નાખતા જાણવા મળે છે કે મોગલ બાદશાહ અકબર, જહાંગીર અને ઔરંગઝેબ શાકભાજી અને લીલાં શાકભાજીના શોખીન હતા

અકબરને શિકાર કરવાનો શોખ હતો, પરંતુ તેને માંસાહારનો બહુ શોખ નહોતો. જો કે, એવું નથી કે તેઓએ માંસ ખાધું ન હતું. તે શારીરિક શક્તિ જાળવી રાખવા માટે સમયાંતરે માંસ ખાતો હતો. કંઈક આવું જ જહાંગીરની અને ઔરંગઝેબના મામલે પણ હતું. અલબત્ત, બાદમાં તેઓ શાકાહારી બન્યા હતા.

અકબરે માંસ ખાવાનું ઓછું કર્યું

અકબરના નવરત્નોમાંના એક અબુલ ફઝલે આઈન-એ-અકબરીમાં લખ્યું છે કે શરૂઆતના દિવસોમાં અકબર શુક્રવારે જુમાના દિવસે માંસ ખાવાનું ટાળતો હતો. ત્યારબાદ રવિવારે પણ તેણે માંસ ખાવાનું બંધ કરી દીધું હતું. આ પછી, તેમણે માસ ખાવાનું વધુ ઓછું કર્યું હતું. દર મહિનાની પહેલી તારીખે તેઓ માંસાહારથી દૂર રહેવા લાગ્યા હતા અને પછી આખો માર્ચ મહિનો અને જન્મના ઓક્ટોબર મહિનામાં તેમણે માંસાહાર કર્યા વગર જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અબુલ ફઝલના મત મુજબ અકબરના ભોજનની શરૂઆત દહીં અને ભાતથી થતી હતી. તેનું રસોડું ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. પ્રથમ, જ્યાં માંસ શામેલ નહોતું. બીજું, જ્યાં માંસ અને અનાજ એકસાથે રાંધવામાં આવતા હતા અને ત્રીજું, જ્યાં માંસને ઘી અને મસાલાથી રાંધવામાં આવતું હતું. તેમની પહેલી પસંદગી પુલાવ, દાળ અને મોસમી શાકભાજીની રહેતી હતી.

ગુરુવાર-રવિવારના દિવસે પશુની કતલ પર પ્રતિબંધ

અકબરની જેમ જહાંગીરને પણ માંસનો બહુ શોખ નહોતો. ભોજનમાં માંસ ન મળતું હોય તો પણ તેમને ખાસ ફરક પડતો નહોતો. ઐતિહાસિક તથ્યો અનુસાર શાહજહાં દર ગુરુવાર અને રવિવારે માંસ ખાવાનું ટાળતા હતા. એટલું જ નહીં, તેમણે પોતાના શાસનકાળમાં ગુરુવાર અને રવિવારે પ્રાણીઓની હત્યા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

બીબીસીના અહેવાલ મુજબ કેટલાક મુઘલ સમ્રાટો ધાર્મિક રીતે ઝનૂની નહોતા. અકબર બાદ શાહજહાંના ભોજનમાં થોડો ધાર્મિક ઝુકાવ જોવા મળ્યો હતો. ત્યારે રસોઈયા પણ બાદશાહનો સ્વભાવ જોઈને વેજ વાનગીઓ બનાવતા હતા. પુલાવમાં પણ માંસ રહેતું નહોતું. તેમના શાસનમાં ફળોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો પર લાગતા ટેક્સ પણ માફ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Shraddha Murder Case: શ્રધ્ધા-આફતાબનાં દિલ્હીનાં ઘરેથી મળી એવી ચીજ, કેસનાં પાસા બદલી શકે છે પુરાવા

માસ ન ખાવા બાબતે ઔરંગઝેબ સૌથી આગળ

ઇતિહાસકાર અને ફૂડ એક્સપર્ટ સલમા હુસૈને બીબીસીને જણાવ્યું છે કે ઔરંગઝેબે આ મામલે ઘણા આગળ હતા. જીવનના શરૂઆતના તબક્કામાં તેમને માંસાહારનો શોખ હતો, પરંતુ પાછળથી તેઓ શાકાહારી બની ગયા. રાજ્યાભિષેક પછી, સામ્રાજ્ય વિસ્તૃત થવા લાગ્યું અને શાહી ખોરાકથી તેનું અંતર વધ્યું, ખાસ કરીને માંસ. તેમના ટેબલ પર માંસ અને માછલી નહીં, પણ સાદું ભોજન રહેતું. તેના રસોઈયા પણ શાકભાજીમાંથી સારી વાનગીઓ બનાવતા હતા.તે ને ઘઉંમાંથી બનેલા કબાબ અને ચણાની દાળમાંથી બનેલા પુલાવ ગમતા હતા. ફળોમાં તેને કેરીનો ખૂબ શોખ હતો.

આ પણ વાંચો: આલિયા ભટ્ટે શેર કરી દીકરીની સૌ પ્રથમ તસવીર, નામ રાખ્યુ રાહા, લખી મમતાસભર ઈમોશનલ પોસ્ટ

સલમા કહે છે કે, પનીરના કોફ્તા અને ફળમાંથી બનેલી ઘણી વાનગીઓ ઓરંગઝેબની ભેટ છે. યુવાનીમાં શિકારનો શોખ ધરાવતા ઔરંગઝેબે વૃદ્ધાવસ્થાના દિવસોમાં શિકારને ‘નકામા લોકોનું મનોરંજન’ ગણાવ્યું હતું.

Published by:Mayur Solanki

First published:

Tags: History, Mughals statment, World news



Source link

Leave a Comment