આ રાશિના જાતકોને બુધ ગોચરથી થશે ફાયદો


વર્ષનો અંતિમ મહિનો શરુ થવાનો છે. ડિસેમ્બર મહિનામાં બુધ બે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. પહેલું ગોચર ધન રાશિમાં 3 ડિસેમ્બર 2022 શનિવારના રોજ સવારે 6 વાગ્યાને સવારે 34 મિનિટ પર થશે અને બીજું ગોચર મકર રાશિમાં 28 ડિસેમ્બર 2022, બુધવારે થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામા આવે છે. બુધ બુદ્ધિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. બુધનું આ ગોચર દાર્શનિકો, સલાહકારો, શિક્ષકો માટે ફળદાયી સિદ્ધ થશે. આઓ જાણીએ છે કે, બુધના આ ગોચરથી કઈ રાશિઓને લાભ થવાનો છે.

મેષ

મેષ રાશિ વાળા માટે ગોચર ફળદાયી સિદ્ધ થશે. આ દરમિયાન તમે બીજાને ખુબ સરળતાથી પ્રભાવિત કરી શકો છો. તમને તમારા કરિયરમાં વૃદ્ધિ જોવા મળશે. કરિયરમાં સકારત્મક પરિણામ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવી પડશે. ધર્મ કર્મના કામોમાં રસ વધશે. ભાઈ બહેનોનો સહયોગ મળશે. શેર માર્કેટમાં રોકાણની નજરથી ગોચર લાભદાયી સિદ્ધ થશે.

વૃષભ

આ સમયે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી શકો છો. મેહનતનું સકારાત્મક પરિણામ મળશે. સ્વાસ્થ્ય માટે ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખો. આ સમય ધનની બચત કરવા માટે સારો છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. લાંબી દુરીની યાત્રાની સંભાવના બની રહી છે. જે લોકો નવો બિઝનેસ શરુ કરશે એમને લાભ થશે.

આ પણ વાંચો: Mangal Margi 2023: મંગળ થશે વૃષભ રાશિમાં માર્ગી, આ રાશિઓને મળશે દરેક કામમાં સફળતા

કર્ક

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયે તમારે લીવરની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ પરિવહનથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ક્ષેત્રમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. વિવાહિત જીવન સુખમય રહેશે. રોકાણની દૃષ્ટિએ આ સમય સારો રહેશે અને નફો વધશે.

સિંહ

ધન રાશિમાં બુધનું ગોચર એ લોકો માટે ફાયદાકારક સાબિત થશે. જેઓ સ્ટોક બજાર, શેરબજાર, સટ્ટા બજારો વગેરે જેવા સાથે સંકળાયેલા છે તેઓને તેમના વ્યવહારો અથવા રોકાણોમાંથી નફો મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે. પરિવારમાં પરસ્પર મતભેદો સમાપ્ત થશે. કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

આ પણ વાંચો: Guru Margi: ગુરુ મીન રાશિમાં થઇ રહ્યા છે માર્ગી, ઘણી રાશિઓને થશે ધન લાભ

કન્યા

બુધનું આ સંક્રમણ તમારા ઘરમાં ખુશીઓ લઈને આવશે. પરિવાર સાથે સંબંધો મજબૂત રહેશે અને તેમનો સહયોગ પણ પ્રાપ્ત થશે. વાહન ખરીદવાની શક્યતાઓ બની રહી છે. વેપારમાં સારા અને લાભદાયી સોદા કરવામાં સફળ થશો. નવો ધંધો શરૂ કરનારાઓને પણ ફાયદો થશે.

Published by:Damini Patel

First published:

Tags: Budh gochar 2022, Budh rashi parivartan, Dharm Bhakti



Source link

Leave a Comment