આ વ્યક્તિએ ભારતમાં સોફ્ટ ડ્રિંકને અપાવી ઓળખ


કરવનવી દિલ્હીઃ ભારતમાં સૌથી પ્રસિદ્ધ બ્રાન્ડમાંથી એક બિસ્લેરી હવે ટાટા ગ્રુપના હાથોમાં જઈ શકે છે.. જાણકારી અનુસાર, બિસ્લેરી તેના માટે Tata Consumer સાથે વાત કરી રહ્યુ છે. જો કે, કંપનીએ પણ કહ્યુ કે, અન્ય ઘણી કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. જેના વિશે હાલ તેઓ પૂરી જાણકારી આપી શકતા નથી. પરંતુ શું તમે તે વ્યક્તિ વિશે જાણો છો જેણે Bisleri, Maaza, Thumbs Up અને Gold Spot જેવી બ્રાન્ડ્સને તૈયાર કરી. હવે અમે તમને તે એક વ્યકિત વિશે જણાવીશુ, જેનું નામ ભલે કેટલાક લોકોને નથી ખબર પણ તેની પ્રોડક્ટનું નામ વર્ષોથી દરેક કોઈ જાણે છે. તેમણે બહુ જ લોકોને સોફ્ટ ડ્રિંન્ક સાથે પરિચિત કરાવ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ અશોક ચૌહાણની. અશોક ચૌહાણને ભારતના બ્રાન્ડ મેન તરીકે ઓળખવામાં આવે છે.

કેવી રીતે ઊભું કર્યુ સામ્રાજ્ય

CNBC આવાઝની સાથે થયેલી ખાસ વાતચીતમાં રમેશ ચૌહાણે જણાવ્યુ કે, કંપની સાથે તેઓ 1962માં જોડાયા હતા. તેઓ અમેરિકાથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરીને સીધા જ Parle Group સાથે જોડાયા હતા. આ કંપનીના સાથે તેમના કામને લઈને તેમણે કહ્યુ કે, સૌથી મહત્વની વાત આવડત ધરાવતા વ્યક્તિઓને તમારી સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. આ રીતે બિઝનેસમાં કોઈ નક્કી ફોર્મિલા નથી. અહીં બસ એક ફોર્મુલા છે, તે એ છે કે પ્રોડક્ટની ગુણવત્તા પણ ધ્યાન આપવું.આ પણ વાંચોઃ હવે કેનેડામાં મળી શકે છે એક્સપ્રેસ એન્ટ્રી, આ 16 વ્યવસાયમાં સીધી જ મળી જશે નોકરી

પ્રોડક્ટનું પ્રમોશન

તેમણે કહ્યુ હતુ કે, આપણા પ્રોડક્ટની સફળતા તે વાત પર નિર્ભર કરે છે કે, તમે કોની સાથે જોડાયેલા છો અને કેવી રીતે તમારી પ્રોડક્ટને પ્રમોટ કરો છો. કંપનીએ શરૂઆતમાં સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ જેવા ક્રિકેટરો પાસે અને સલમાન ખાન જેવા એક્ટરો પાસે પ્રોડક્ટનું પ્રમોશન કરાવ્યુ હતું.

સોફ્ટડ્રિંક ઈન્ડસ્ટ્રીનું નામ Thumbs Up

વર્ષ 1977માં દેશી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ Campa Cola એ વિદેશી બજારો તરફ જવાનું શરૂ કર્યુ, બિસ્લેરીએ તેની સોફ્ટ ડ્રિંક પ્રોડક્ટ Thumbs Upને લોન્ચ કરી. કંપનીને આ નામથી કેટલીક પરેશાની પણ થઈ. વિદેશી બજારોમાં તો આ નામ ખૂબ ચાલ્યુ પરંતુ ભારતમાં Thumbs Up નો અર્થ કંઈક અલગ જ માનવામાં આવતો હતો. તે દાયકાની જાહેરાત એજન્સી Trikayaના રવિ ગુપ્તાએ આ નામ સૂચવ્યું હતુ. કંપનીએ Thumbs Up નું નામ બદલ્યુ નહિ અને આગળ જઈને આ બ્રાન્ડ ભારતમાં સોફ્ટ ડ્રિંકના સૌથી મોટા નામોમાંથી એક રહ્યુ છે.

આ પણ વાંચોઃ જલ્દી કરો! રૂ.67,200નું Daikin 1.5 Ton Split AC મળી રહ્યુ છે માત્ર 18 હજારમાં, બચ્યો છે થોડો જ સ્ટોક

1993માં કંપનીએ Coca Cola ને આ બ્રાન્ડ વેચી હોત તો તે દરમિયાન સ્વાભાવિક હતુ કે, તે તેમની બ્રાન્ડને પ્રમોટ કરી શકત. લગભગ 5 વર્ષ સુધી Thumbs Upની જાહેરાત જોવા મળી નથી પરંતુ તેમ છતાય આ બ્રાન્ડના વેચાણ પર કોઈ અસર થઈ નથી.

બોટલોની અછત

એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમને ટાંકીને કહેવામાં આવ્યુ હતુ કે, શરૂઆતમાં કંપનીને પર્યાપ્ત બોટલની પણ સમસ્યા હતી. બોટલ બનાવનારી કંપનીઓ પણ બધી જ સોફ્ટ ડ્રિંક માટે સપ્લાય કરતી હતી. એટલા માટે બોટલોની અછત પણ સર્જાતી હતી. ભારત આઝાદ થયાના લગભગ એક દાયકા પછી Coca-Colaએ ભારતીય બજારમાં પ્રવેશ કર્યો અને જંગી કમાણી કરી. તે દરમિયાન ભારતાં કોઈ ફોરેન એક્સચેન્જ એક્ટ ન હતો. કંપનીએ તે દાયકામાં માત્ર 5 લાખ રૂપિયાના રોકાણ પર 20 વર્ષમાં લગભગ 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

ભારતમાં કેવી રીતે આવ્યુ Bisleri

Bisleri ને પણ Coca-Cola ખરીદવાની હતી પરંતુ વર્ષ 1969માં અમિત ચૌહાણે આ મિનરલ વોટર કંપનીને ખરીદી હતી. તેમણે Bisleri ઈટલની એક કંપની પાસેથી માત્ર 4 લાખ રૂપિયામાં ખરીદી હતી. Bisleri આજે ભારતમાં મિનરલ વોટરની સૌથી મોટી ઈન્ડસ્ટ્રી હતી.

મીડિયા રિપોર્ટ્સમાં તેમને ટાંકીને લખવામાં આવ્યુ હતું કે, તે દાયકમાં તેમને પોતાને પણ તે જ પ્રશ્ન કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિ ઓછા સમય માટે મુસાફરી કરી રહ્યો હોય તો તે સોડા વોટર કેમ ખરીદશે? ત્યારબાદ કંપનીએ 500 ML અને 1 લિટરની બોટલ વેચવાનું શરૂ કર્યું.


આજે તમને Bisleri ની બોટલ હોટસ, લગ્ન, રેલવેથી લઈને લગભગ દરેક જગ્યાઓ પર સરળતાથી મળી જશે. બિસ્લેરીને ભારતમાં સૌથી પહેલા મુંબઈમાં Bubbly અને Stillના બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી હતી.

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Cold Drink, Tata group



Source link

Leave a Comment