ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદિપસિંહ ઝાલા ને બનાવની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને રાજદીપસિંહ ઝાલા દ્વારા સાવરકુંડલા ખાંભા અને રાજુલા વન વિભાગ ના આરએફઓ સહિતના સ્ટાફ દ્વારા આ માનવ વક્ષી સિંહને પકડવા કવાયત કરવામાં આવી હતી સિંહને પકડવા માટે દસ પાંજરા મુકવામાં આવ્યા હતા. તેમજ માનવ પક્ષી સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળી હતી
સિંહ દ્વારા બાળક ઉપર હુમલો
અમરેલી જીલ્લો ધારી ગીરમાં ગણાતો જિલ્લો છે અને અમરેલી જિલ્લાના 11 તાલુકાની અંદર સિંહનો વસવાટ છે ત્યારે સિંહ દ્વારા માનવ ઉપર હુમલા ની ઘટના નહિવત સામે આવતી હોય છે પણ આજે એક સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામ નગર ગામ ખાતે મજૂરી કરી રહેલા વ્યક્તિના સાત વર્ષના બાળકો પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ખેત મજૂરી કામ કરી રહેલા મજૂરો દ્વારા આ બાળકને સિંહના મોટામાંથી છોડાવ્યું હતું અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેની વન વિભાગને જાણ થતા વન વિભાગના ઉચ્ચ અધિકારી એવા રાજદીપસિંહ ઝાલા ઘટના ઘટનાસ્તર પર દોડી આવ્યા હતા અને જેવો દ્વારા સતત મોનિટરિંગ રાખી અને સિંહને પકડવાની કવાયત હાથ ધરી હતી અને આખરે સિંહ સિંહણને પાંજરે પુરવામાં આવ્યા હતા વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે સિંહ સિંહણ ઓબ્ઝર્વમાં રાખવામાં આવશે અને પકડાયેલા સિંહ અને સિંહણના મળ અને લોહીના નમૂના લેવાશે અને ત્યારબાદ માનવ ભક્ષી સિંહ. સિંહણ છે કે નહીં તે સામે આવશે
તમારા શહેરમાંથી (અમરેલી)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર