ઇમરાન ખાને ફરીથી PM મોદીના કર્યા વખાણ, કહ્યું ‘તેમની વિદેશો નથી કોઈ પ્રોપર્ટી, કારણ કે… ‘


પાકિસ્તાનમાં (pakisatan) આ દિવસોમાં બધી જ રીતે સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. પૂર અને વધતી મોંઘવારી વચ્ચે રાજકીય સ્થિતિ પણ સારી નથી ચાલી રહી. દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (former PM Imran Khan) વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shahbaz Sharif) વિરુદ્ધ કઈકને કઈક ટિપ્પણીઓ કરતાં રહે છે . એક ભાષણ દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વખાણ કર્યા છે, જ્યારે પોતાના જ દેશના વડાપ્રધાન અને નેતાને ખરું-ખોટું સંભળાવતા રહ્યા. પૂર્વ પાક પીએમના આ ભાષણનો વીડિયો પાકિસ્તાનના એક પત્રકારે ટ્વિટર પર શેર કર્યો છે.

વીડિયોમાં ઈમરાન ખાન કહે છે, કોઈ મને એવા દેશનું નામ જણાવો જ્યાં લોકશાહી છે અને તેના પ્રધાન મંત્રીની દેશની બહાર અબજો રૂપિયાની સંપત્તિ હોય. આ બધું છોડો, આ સાથી દેશ, આ નરેન્દ્ર મોદીની તેમની બહાર કેટલી મિલકત છે. પાકિસ્તાનના વડાપ્રધાને દેશની બહાર અબજો રૂપિયાની પ્રોપર્ટી અને કારોબાર રાખ્યો હોવાની કોઈ કલ્પના પણ ન કરી શકે. તેમના બાળકો પાસે UK પાસપોર્ટ છે. તે કંઈપણ જવાબ આપી શકતા નથી. આવું ત્યારે જ બની શકે છે જ્યારે તાકાતવર માટે કોઈ એક કાયદો અને કોઈ ગરીબ માટે કોઈ એક કાયદો હોય છે.

ઈમરાન ખાને આ પહેલા પણ પીએમ મોદીના વખાણ કર્યા છે. ઈમરાન ખાને “યુએસના દબાણ” છતાં રશિયા પાસેથી સબસિડીવાળા તેલ ખરીદવા બદલ ભારતની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી આ હાંસલ કરવા માટે કામ કરી રહી છે.

આ પહેલા પંજાબમાં એક રેલી દરમિયાન પૂર્વ પીએમ ઈમરાન ખાને ઉઝબેકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની શાંઘાઈ કોઓપરેશન સમિટ વિશે કહ્યું હતું કે શાહબાઝ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ડરે છે. પુતિનની હાજરીમાં શાહબાઝના પગ ધ્રૂજી રહ્યા હતા.

Published by:Rahul Vegda

First published:

Tags: Ex PM Imran Khan, Imran Khan, Pakistan news, પીએમ નરેન્દ્ર મોદી





Source link

Leave a Comment