- સાબરગામ કોલેજમાં
ભણતો લિંબાયતનો હર્ષલ ઇન્ગોલે બાઇક પર બેઠો હતો ત્યારે ભુલથી એક્સિલેટર અપાઇ ગયું
સુરત :
સારોલીમાં
સાબરગામ પાસે મિત્રો સાથે બેઠેલા લિંબાયતના કોલેજીયન યુવાનથી ભૂલમાં ઇલેક્ટ્રીક બાઈકનું
એક્સિલેટર અપાઇ જતા નીચે પટકાતા મોત થયું હતુ.
સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રનો અને હાલ લિંબાયતમાં દત્તાત્રેયનગરમાં
રહેતો ૧૮ વર્ષનો હર્ષલ બબનભાઈ ઇન્ગોલે સાબરગામમાં આવેલી અંબાબા કોલેજમાં અભ્યાસ કરતો
હતો. શુક્રવારે સવારે હર્ષલ સહિતના મિત્રો કોલેજ પાસે બેઠા હતા. તે સમયે મિત્રની ઇલેક્ટ્રિક
બાઈક પર બેઠેલા હર્ષલે ભૂલથી એક્સિલેટર આપી દીધું હતુ. જેને લીધે તેનું સંતુલન ખોરવાતા
તે નીચે પટકાયો હતો. માથા અને હાથમાં ઇજા થઈ હતી. જેથી તે મિત્રો સાથે ઘરે આવી ગયો
હતો. બાદમાં સાંજે તેની તબિયત બગડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં
ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. આ અંગે સારોલી પોલીસે તપાસ આદરી છે.