ઈન્ડોનિયા પછી હવે સોલોમન આઈલેન્ડમાં ભૂકંપ, 7.0 ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી ઉઠી; સુનામી ચેતવણી


ઈન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઈલેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. સોલોમન આઈલેન્ડના માલાંગોમાં આજે વહેલી સવારે પૃથ્વી ધ્રૂજી ઉઠી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ભૂકંપ જોરદાર હતો, કારણ કે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 માપવામાં આવી હતી. સવારે 7.33 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે બાદ લોકો ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરવી પડી હતી.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજધાની હોનિયારાથી લગભગ 56 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં 13 કિલોમીટરની ઊંડાઈએ હતું. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ સોલોમન ટાપુઓમાં ખતરનાક દરિયાઈ મોજા ઉભી કરી શકે છે, પરંતુ સુનામીના વ્યાપક સ્તરની આગાહી કરી નથી. સોલોમન ટાપુ ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 162 લોકોના મોત થયા
આ પહેલા ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. ભૂકંપ સંબંધિત ઘટનાઓને કારણે ઇન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપથી ડઝનેક ઈમારતોને નુકસાન થયું હતું અને શેરીઓ અને ગલીઓમાં પોતાના જીવ બચાવવા ભાગ્યા હતા તો ઘણા લોકો ઘાયલ અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ આખરે મહેનત રંગ લાવી: રેશનકાર્ડમાં સરનેમ સુધારવામાં આવી, ‘કૂત્તા’ બની ગયા ‘દત્તા’

જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને 162 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના બાળકો છે. તેમણે કહ્યું કે ભૂકંપ સમયે પબ્લિક સ્કૂલમાં ભણતા મોટાભાગના બાળકો અભ્યાસ પૂરો કર્યા બાદ ઈસ્લામિક સ્કૂલોમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. સિયાંજુરમાં સૌથી વધુ સંખ્યામાં ઇસ્લામિક રેસિડેન્શિયલ સ્કૂલ અને મસ્જિદો છે.

યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે 5.4-તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર પ્રદેશમાં 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈ પર કેન્દ્રિત હતો. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને ક્લાઈમેટોલોજી અને જિયોફિઝિકલ એજન્સી અનુસાર, ભૂકંપ પછી વધુ 25 આફ્ટરશોક્સ નોંધાયા હતા. વિશાળ દ્વીપસમૂહ રાષ્ટ્રમાં ધરતીકંપો વારંવાર આવે છે, પરંતુ જકાર્તામાં તેનો અનુભવ કરવો અસામાન્ય છે. ઈન્ડોનેશિયાની વસ્તી 27 કરોડથી વધુ છે અને તે વારંવાર ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત થાય છે.

ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું

1- જો તમે બિલ્ડિંગની અંદર હો તો ફ્લોર પર બેસીને કોઈ મજબૂત ફર્નિચરની નીચે જાઓ. જો ટેબલ કે આવું ફર્નિચર ન હોય તો હાથ વડે તમારો ચહેરો અને માથું ઢાંકીને રૂમના એક ખૂણામાં બેસી જાઓ.
2- જો તમે ઈમારતની બહાર હો તો ઈમારત, ઝાડ, થાંભલા અને વાયરોથી દૂર જાવ.
3- જો તમે વાહનમાં મુસાફરી કરી રહ્યા હો તો બને તેટલું જલ્દી વાહન રોકો અને વાહનની અંદર બેસ્યા રહો.
4- જો તમે કાટમાળના ઢગલામાં દટાઈ ગયા હો તો ક્યારેય માચીસ ન સળગાવો, ન તો હલાવો કે ન તો કંઈપણ વસ્તુને ધક્કો મારવો.
5- કાટમાળ નીચે દટાઈ જવાની સ્થિતિમાં, પાઇપ અથવા દિવાલ પર હળવા હાથે થપથપાનો, જેથી બચાવકર્તા તમારી સ્થિતિ સમજી શકે. જો તમારી પાસે સીટી હોય, તો તેને વગાડો.
6- જ્યારે કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ અવાજ કરો. અવાજ કરવાથી તમારા શ્વાસમાં ધૂળ જઈ શકે છે.
7-તમારા ઘરમાં હંમેશા આપત્તિ રાહત કીટ તૈયાર રાખો.

Published by:Priyanka Panchal

First published:



Source link

Leave a Comment