ઈમરાન ખાન ગિફ્ટ ખરીદવાને લઈને વિવાદમાં રહે છે


ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિમે દાવો કર્યો છે કે, પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને ક્રિકેટની રમત દરમિયાન ભારત તરફથી મળેલા ગોલ્ડ મેડલને વેચી દીધો છે. ક્રિકેટરથી નેતા બન્યા પછી ઈમરાન ખાન હવે ગિફ્ટ ખરીદવાને લઈને વિવાદમાં રહેતા હોય છે. જેમાં તેમના હાથમાં પહેરેલી મોંઘી ગ્રેફની ઘડિયાળ પણ સામેલ છે. જે તેમણે વડાપ્રધાન તરીકે તોષાખાનામાંથી રાહત ભાવે મેળવી હતી અને નફામાં વેચી દીધી હતી. ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબાર પ્રમાણે સોમવારે એક ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન આસિફે કહ્યું કે ઈમરાન ખાને ભારત તરફથી મળેલો ગોલ્ડ મેડલ વેચી દીધો.

ખ્વાજા આસિફે કર્યો મોટો ખુલાસો

ખ્વાજા આસિફે ઈમરાન ખાને કથિત રીતે વેચેલા ગોલ્ડ મેડલ વિશે અન્ય કોઈ વિગતો આપી નથી. તેમણે કહ્યું કે, ‘ઈમરાન ખાનના આ પગલાં ગેરકાયદે નથી, પરંતુ ઉચ્ચ નૈતિક ધોરણોની વિરુદ્ધ છે જેના વિશે તેઓ હંમેશા વાત કરતા હતા. સામાન્ય રીતે, આવી ભેટ કાયમી ધોરણે તોષાખાનામાં જમા કરવામાં આવે છે.’આ પણ વાંચો: મહેન્દ્રકાકાનું અનોખું અભિયાન, પ્રત્યેક નાગરિકને નિઃશુલ્ક ‘કાવો’ પીવડાવી પ્રોત્સાહિત કરશે

ઈમરાન ખાન ફરી એકવાર વિવાદમાં

ઈમરાન ખાનને પાકિસ્તાનના ચૂંટણી પંચે તોશાખાના મુદ્દે ખોટા નિવેદનો અને ખોટી ઘોષણાઓ કરવા બદલ ગેરલાયક ઠેરવ્યા હતા. 8 સપ્ટેમ્બરના રોજ, ઈમરાન ખાને એક લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું કે તેમણે તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મળેલી ઓછામાં ઓછી 4 ભેટો વેચી દીધી હતી.

આ પણ વાંચો: સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને પછાડ્યું, 1974 બાદ પ્રથમ વખત મળી હાર

સંરક્ષણમંત્રીએ ઇમરાન ખાન પર કટાક્ષ કર્યો

આ દરમિયાન નેશનલ એસેમ્બલીના સત્રને સંબોધિત કરતી વખતે સંરક્ષણમંત્રીએ ઇમરાન ખાન પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, ‘ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સત્તા માટે પાગલ થઈ ગયા છે.’ તેમણે કહ્યું કે, ‘ખાને તે સંસ્થાઓને નિશાન બનાવવી જોઈએ નહીં જેણે છેલ્લા 4 વર્ષમાં તેમને બિનશરતી સમર્થન આપ્યું હતું.’

Published by:Vimal Prajapati

First published:

Tags: Ex PM Imran Khan, Imran Khan, Pakistan news



Source link

Leave a Comment