ઉમરાન મલિક અને અર્શદીપ સિંઘનો ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ડેબ્યુ, સંજુ સેમસનને પણ ટીમમાં એન્ટ્રી


INDvsNZ: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ઑકલેન્ડના ઇડન પાર્કમાં રમાઈ હતી. મેચમાં ન્યુઝીલેંડના કેપ્ટન વિલિયમસને ટોસ જીત્યો હતો. ટોસ જીતીને તેણે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા હતા અને બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

આજે બે ખેલાડીઓએ કર્યું ડેબ્યુ

આજની મેચમાં કેપ્ટન શિખર ધવને બે નવા ખેલાડીઓને વન-ડે ક્રિકેટમાં ડેબ્યું કરાવ્યુ હતું. આ બે ખેલાડીઓ એટ્લે અર્શદીપ સિંઘ અને ઉમરાન માલિક. જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને આજે તેને તક મળી હતી. ઉમરાન IPL માં તેના શાનદાર પ્રદર્શનથી ચમક્યો હતો અને પસંદગીકારોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો.

Published by:Mayur Solanki

First published:





Source link

Leave a Comment