ખરેખર, ઉર્ફી જાવેદના આધાર કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે તેના ફેન્સ તેના આધાર કાર્ડના ફોટાને તેના અન્ય ગ્લેમરસ લુક સાથે સરખાવી રહ્યા છે.
આ પણ વાંચો : દિશા પટનીનો આ ફોટો ભર શિયાળામાં કરાવશે ગરમીનો અહેસાસ, કોઝી-કોઝી થયું ઇન્ટરનેટ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં, ઉર્ફી જાવેદે તેના આધાર કાર્ડની બાકીની વિગતો તેના હાથથી કવર કરી છે. આ ફોટામાં માત્ર તેના આધાર કાર્ડની તસવીર જ દેખાઈ રહી છે. આધાર કાર્ડની તસવીરમાં ઉર્ફી સંપૂર્ણપણે અલગ દેખાઈ રહી છે. તેને ઓળખવી પણ ખૂબ મુશ્કેલ છે. આ ફોટોમાં ઉર્ફીનો સિમ્પલ લુક જોવા મળી રહ્યો છે.
ઉર્ફી જાવેદ હાલમાં ‘સ્પ્લિટ્સવિલા’ની નવી સીઝનમાં જોવા મળી રહી છે. ઉર્ફીએ શોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઉર્ફી શોમાં કન્ટેસ્ટન્ટ કશિશ સાથે ઘણો ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળે છે. દર્શકોને આ બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. આ રિયાલિટી શોમાં દર્શકોને ફરી એકવાર ઉર્ફીની હટકે સ્ટાઈલ જોવા મળી રહી છે.
આ પણ વાંચો :Salman Khan: લગ્ઝરી કારથી લઇને આલિશાન ઘર સુધી, કોણ હશે સલમાન ખાનની 2300 કરોડની સંપત્તિનો વારસદાર?
ઘણી સીરિયલ્સમાં પણ કામ ચુકી છે ઉર્ફી
ઉર્ફી જાવેદ આ પહેલા ‘બિગ બોસ ઓટીટી’ની પહેલી સિઝનમાં જોવા મળી હતી. તે આ રિયાલિટી શોથી ઘણી ચર્ચામાં આવી હતી. ઉર્ફી ઘણી સીરિયલ્સમાં પણ જોવા મળી છે. તેને ‘ચંદ્ર નંદિની’, ‘સાથ ફેરો કી હેરા ફેરી’ અને ‘બેપનાહ’ જેવી સિરિયલોથી પણ ઘણી લોકપ્રિયતા મળી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aadhar card, Urfi javed bold, Urfi Javed controversy, Urfi Javed Instagram