એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાની જાતને આગ લગાવીને ગર્લફ્રેન્ડને ગળે લગાવી; બંને PhD કરતા હતા


એકતરફી પ્રેમના મામલામાં યુવતીના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપનાર યુવક ગજાનન મુંડેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મરાઠવાડા યુનિવર્સિટીના વિદ્યાર્થી ગજાનન મુંડેએ યુવતીએ લગ્ન કરવાની ના પાડતા પોતાની જાતને આગ લગાવી દીધી હતી અને સંબંધિત યુવતીને પણ પોતાના ગળે લગાડી દીધી. જેમાં બંને દાઝી ગયા હતા અને વધુ પડતા દાઝી જવાના કારણે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, ગજાનન મુંડે અને પૂજા સાલ્વે બંને ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં પીએચડી કરી રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ ફોરેન્સિક તપાસમાં શ્રદ્ધા મર્ડર કેસમાં મોટો ખુલાસો, આફતાબના બાથરૂમમાંથી મહત્ત્વનો પુરાવો મળ્યો

આ કેસમાં મૃતક ગજાનનના માતા-પિતા વિરુદ્ધ બેગમપુરા પોલીસ સ્ટેશનમાં પીડિતાને લગ્ન કરવાની ધમકી આપવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગજાનન તેની પ્રેમિકા પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતો હતો, પીડિતા વારંવાર તેના પ્રસ્તાવને નકારી રહી હતી. આ કારણે તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે પોતાની જાતને આગ લગાવી દીધી અને પ્રેમિકાને પણ ગળે લગાડી દીધી જેના કારણે બંનેના શરીર ખરાબ રીતે દાઝી ગયા હતા.

પહેલા પોતાની જાતને આગ લગાવી, પછી ગર્લફ્રેન્ડને ગળે લગાવી

ગઈકાલે (મંગળવાર, 22 નવેમ્બર) પીડિતા, જે જીઓલેજીમાં પીએચડી કરી રહી છે, તેના બાયોફિઝિક્સ વિભાગના વડાની કેબિનમાં ગઈ હતી અને ત્યાં તેના પ્રોજેક્ટ્સ તૈયાર કરી રહી હતી. દરમિયાન તેનો સહાધ્યાયી ગજાનન બે બોટલમાં પેટ્રોલ ભરીને લાવ્યો હતો. આ પછી તેણે તેના અને પીડિતાના શરીર પર પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ લગાવી દીધી. જ્યારે આગ લાગી ત્યારે તેને પીડિતાને પણ ગળે લગાડી દીધી.

પ્રેમીનું મોત, પીડિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

ચીસો સાંભળીને ત્યાં હાજર લોકો તરત એકઠા થઈ ગયા હતા અને કોઈક રીતે આગ ઓલવીને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. યુવક 90 ટકા અને પીડિતા 40-50 ટકા દાઝી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે 11 વાગ્યે ગજાનનનું મોત થયું હતું. પીડિતાની સારવાર શરૂ કરવામાં આવી છે, તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. છોકરીના સાજા થવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

ઔરંગાબાદના હનુમાન ટેકડી વિસ્તારમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી સાથે જોડાયેલ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ રિસર્ચ કૉલેજમાં સોમવારે બપોરે 2.15 વાગ્યે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મળી છે કે પીડિતા અને ગજાનન મુંડે કેટલાક વર્ષોથી મિત્રો હતા. પરંતુ આ મિત્રતા ગજાનન તરફથી પ્રેમમાં બદલાઈ ગઈ. તે તેના પર લગ્ન માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલા તેણે ગજાનન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી.

Published by:Priyanka Panchal

First published:

Tags: Aurangabad, Crime news, Maharashtra



Source link

Leave a Comment