એક મહિનામાં કંપનીના શેરોમાં લગભગ 12.74 ટકાની તેજી આવી છે.


નવી દિલ્હીઃ બજારમાં ચાલી રહેવી ઉથલપાથલ વચ્ચે પણ ઘણી કંપનીઓ સતત સારુ પ્રદર્શન કરી રહી છે અને તેના રોકાણકારોને શાનદાર વળતર આપી રહી છે. આ યાદીમાં ભારત સરકારની માલિકીની સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ પણ સામેલ છે, જેણે તેના રોકાણકારોના રૂપિયા માત્ર એક વર્ષમાં જ બમણાં કરી દીધા છે. કંપનીના શેરોએ કાલે મંગળવારે 22 નવેમ્બરે તેના નવા રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યુ છે.

100 ટકાથી પણ વધારે વળતર આપ્યુ

એનએસઈ પર દિવસના ટ્રેડિંગ દરમિયાન Hindustan Aeronautics Ltd (HAL) ના શેર 2.8 ટકાના વધારા સાથે 2,737.00 રૂપિયા પર પહોંચી ગયા છે. તે કંપનીનું અત્યાર સુધીનું સૌથી ઊંચુ સ્તર છે. તેની સાથે જ હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ હવે તે શેરોમાં સામેલ થઈ ગયુ છે, જેણે આ વર્ષે તેના રોકાણકારોને મલ્ટીબેગર એટલે કે 100 ટકાથી પણ વધારે વળતર આપ્યુ છે. જાણકારી અનુસાર, 2022ની શરૂઆતમાં HALના શેર એનએસઈ પર 1,233 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે હવે 2,722.60 રૂપિયા પર પહોંચી ગયા છે. આ રીતે વર્ષ 2022માં HALના શેરોમાં હજુ સુધી લગભગ 120 ટકાનો વધારો થયો છે.આ પણ વાંચોઃ ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે UPI પેમેન્ટ, આરબીઆઇએ લોન્ચ કર્યું નવું ફીચર

1 લાખને બનાવ્યા 2.2 લાખ રૂપિયા

તેનો અર્થ છે કે, જો કોઈ રોકાણકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરોમાં વર્ષ 2022ની શરૂઆતમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત અને હજુ સુધી તેને કાયમ રાખ્યું હોત, તો આજે તેના એક લાખ રૂપિયાનું મૂલ્ય વધીને 2.20 લાખ રૂપિયા થઈ ગયુ હોત.

એક ખબરના કારણે આવી 12.74 ટકાની તેજી

કંપનીની તરફથી જણાવવામાં આવેલી એક ખબરના કારણે તેના શેરોમાં ગત એક મહિનામાં શાનદાર તેજી આવી છે. વાસ્તવમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે નવેમ્બર મહિનાની શરૂઆતમાં જણાવ્યુ કે તેણે, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ પાસેથી 9 એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર્સ એમ કે-3 બનાવવા માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ ખબરના કારણે જ ગત એક મહિનામાં કંપનીના શેરોમાં લગભગ 12.74 ટકાની તેજી આવી છે.

આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

જાણો, શું છે વિશ્લેષકોની સલાહ

બ્રોકરેજ ફર્મોના અનુસાર, હિન્દુસ્તાન એરોનોટિક્સના શેરોમાં હજુ પણ વધારો આવી શકે છે. જ્યારે ICICI ડાયરેક્ટે HAL ના શેરોને 3,300 રૂપિયાની લક્ષ્ય કિંમત સાથે ખરીદવાની સલાહ આપી છે, જે તેના વર્તમાન ભાવથી લગભગ 21 ટકા વધારે છે. જ્યારે બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે તેને 3170.00 રૂપિયાની લક્ષ્ય કિંમતે ખરીદવાની સલાહ આપી છે, જે તેના વર્તમાન ભાવ કરતા 16 ટકા તેજીની શક્યતા દર્શાવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Investment news, Stock market



Source link

Leave a Comment