ઓકટોબરમાં ઘરઆંગણે વિમાની ઊતારૂઓની સંખ્યામાં 27 ટકા વધારો


મુંબઈ : ઘરઆંગણે વિમાની ઊતારૂઓની સંખ્યા ઓકટોબરમાં વાર્ષિક ધોરણે ૨૭ ટકા વધી ૧૧૪.૦૭ લાખ રહી હતી. સપ્ટેમ્બરની સરખામણીએ પણ ઓકટોબરમાં વિમાન મારફત પ્રવાસ કરનારા ઊતારૂઓની સંખ્યા વધુ રહી હતી. સપ્ટેમ્બરમાં ૧૦૩.૫૫ લાખ ઊતારૂઓએ વિમાન મારફત પ્રવાસ કર્યો હતો, એમ ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના આંકડા જણાવે છે. 

૨૦૨૨ના  જાન્યુઆરીથી ઓકટોબરના ગાળામાં   ઘરેલું વિમાની સેવાઓએ ૯૮૮.૩૧ લાખ ઊતારૂઓની હેરફેર કરી હતી, જે વાર્ષિક ધોરણે ૫૯ ટકા વધારો દર્શાવે છે.

જો કે કોરાના પહેલાના ઓકટોબર, ૨૦૧૯ની સરખામણીએ વર્તમાન વર્ષના ઓકટોબરમાં ઘરઆંગણે વિમાની પ્રવાસીઓની સંખ્યા નીચી રહી હતી. ૨૦૧૯ના ઓકટોબરમાં ૧૨૩.૧૬ લાખ પ્રવાસીઓએ વિમાન મારફત મુસાફરી કરી હતી, એમ પણ પ્રાપ્ત આંકડા જણાવે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વર્તમાન વર્ષના તહેવારોની મોસમ દરમિયાન વેકેશન ગાળવા માટે પ્રવાસીઓનો જોરદાર ધસારો જોવા મળ્યો હતો ખાસ કરીને ગોવા, મનાલી, સિમલા જેવા સ્થળો પ્રવાસીઓથી ઊભરાયેલા જોવા મળ્યા હતા. 

કોરોનાના પ્રતિબંધો દૂર થવા સાથે વિમાન મારફત પ્રવાસ માટેની માગમાં વધારો થઈ રહ્યો છે. 



Source link

Leave a Comment