Victoria (Australia): ગરીબી માણસને કંઈ પણ કરવા માટે મજબૂર કરી દે છે. લોકો વધારે પૈસા કમાવવા માટે ઘણી વાર અવળા રસ્તે પણ જતાં રહેતા હોય છે. આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે. કહેવાય છે ને કે ગંદા હૈ પર ધંધા હૈ, કંઈક આવો જ ધંધો ઓસ્ટ્રેલિયાના ખેડૂતની આ પત્ની કરી રહી છે. ઘર ખર્ચ માટે વધારે રુપિયા કમાવવા માટે થઈને મહિલા અડલ્ટ મોડલ બની ગઈ અને હવે તે દર અઠવાડીયે લાખો રૂપિયા કમાણી કરી લે છે.
ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, હની બ્રુક્સ (Honeyy Brooks) ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ગામડામાં રહે છે. તેનો પતિ ખેડૂત છે. જેને મોટા ભાગે કામ અર્થે બહાર જવાનું થતું હોય છે. ગામડામાં રહેવું અમુક લોકો માટે કંટાળાજનક પણ લાગતું હશે, ઉપરથી ખેડૂતોની આવક પણ એટલી નથી હોતી કે તે ઘરખર્ચ સરળતાથી ચલાવી શકે. ત્યારે આવા સમયે હનીએ એડલ્ટ મોડલિંગ કરવા વિશે વિચાર્યું. તેના દ્વારા હવે ખુદને બોરિંગ જગ્યામાં પણ બિઝી રાખે છે અને તેના દ્વારા ઘર ખર્ચ માટે લાખો રૂપિયા પણ આવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Australia