- કરણ જોહરે પોતાની ફિલ્મમાંથી હાંકી કાઢ્યો ત્યારે કાર્તિકની કારકિર્દી ડૂબી જશે તેવી ચર્ચા હતી
મુંબઇ: કાર્તિક આર્યન આજે ફિલ્મોની સફળતાની ગેરન્ટી માનવામાં આવે છે. બહુ ઓછા સમયમાં તેણે નિર્માતાઓનો ભરોસો મેળવી લીધો છે. કરણ જોહરે તેને પોતાની ફિલ્મમાંથી હાંકી કાઢ્યો પછી લોકો એમ માનવા લાગ્યા હતા કે, કાર્તિકની કારકિર્દીનો અંત શરૂ થઇ ગયો છે. પરંતુ કાર્તિક આજે અક્ષય કુમારનો બેસ્ટ ઓપ્શન બની ગયો છે.
અક્ષય કુમારની ફિલ્મોની સિકવલોમાં નિર્માતાઓ કાર્તિકને કાસ્ટ કરી રહ્યા છે. બોલીવૂડમાં મોટા ભાગની ફિલ્મો નિષ્ફળ જઇ રહી છે, તેવામાં નિર્માતાઓને અક્ષય કુમારની અધધધ ફી પરવડી નથી રહી.પરિણામે બાોલીવૂડના માંધાતાઓએ કાર્તિકની અભિનય ક્ષમતા પર ભરોસો રાખીને તેને પોતાની ફિલ્મોમાં સાઇન કરી રહ્યા છે. ભૂલ ભૂલૈયા ટુએ 185 કરોડની કમાણી કરીને બ્લોક બસ્ટર રહી હતી. આ પછી હેરાફેરી 3માં પણ અક્ષયને હાંકી કાઢીને કાર્તિકને લેવામાં આવ્યો છે.
એક ચર્ચા એવી છે કે, અક્ષય કુમારે હેરાફેરી 3 માટે રૂપિયા 90 કરોડ ફી માંગી હતી. પરંતુ નિર્માતાએ અક્ષયને 90 કરોડ આપવાના સ્થાને કાર્તિકને ફક્ત 30 કરોડમાં સાઇન કરી લીધો હોવાની ચર્ચા છે.