કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના ભત્રીજાએ આત્મ હત્યા કરી લીધી


લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં લખનઉના દુબગ્ગા વિસ્તારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોરના ભત્રીજા અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન નંદ કિશોરે આત્મહત્યા કરી લીધી છે. નંદ કિશોરે પોતાના રુમમાં આત્મહત્યા કરી છે. કહેવાય છે કે, નંદ કિશોરે ચાદરની મદદ લઈ પંખા સાથે લટકીને જીવ આપી દીધો છે. જો કે, આત્મહત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી. નંદ કિશોર કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોરના ભત્રીજા થાય છે.

આ પણ વાંચો; ગુજરાત ચૂંટણી પહેલા ભાજપની લાલ આંખ, બળવાખોર 12 નેતાઓને કર્યા સસ્પેન્ડ

આપને જણાવી દઈએ કે, આ અગાઉ માર્ચ 2021માં કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોરની વહુ અંકિતાએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અંકિતાએ મંત્રીની સામે પોતાના હાથની નસ કાપી નાખી હતી. ત્યારે પણ આ કિસ્સો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના દિકરાએ પણ વધારે નશો કરવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, મૃતક નંદ કિશોરે બે લગ્ન કર્યા હતા. એક પત્ની મુસ્લિમ સમુદાયથી અને બીજી હિન્દુ સમુદાયમાંથી આવે છે. બંને પત્નીઓથી તેમને બાળકો છે. પહેલી પત્ની શકીલાથી બે બાળકો અફઝલ અને સાહિલ જ્યારે બીજી પત્નીથી વિશાળ અને અંશિકા છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Commit suicide



Source link

Leave a Comment