જાણો ક્યારથી સાફાની શરૂઆત કરી
રાજકોટના પ્રખ્યાત શર્માજી સાફાવાળાના માલિક પવિન્દ્ર સતિષકુમાર શર્માજી ઘંટેશ્વર રોડ પર આવેલી સૈનિક સોસાયટીમાં રહે છે.તેઓ આ સોસાયટીમાં છેલ્લા 27 વર્ષથી રહે છે. તેમને રાજકોટમાં સાફાનો વ્યવસાય છે.લગ્ન પ્રસંગ હોય કે ધાર્મિક કાર્યક્રમત્યારે લોકો સાફા બાંધે છે. ત્યારે આજે અમે શર્માજી સાફાવાળા વિશે જણાવીશું કે તેને ક્યારથી સાફાની શરૂઆત કરી અને તેની સફર કેવી છે.
નવો યુગ આવતો ગયો તેમ તેમ નવા નવા સાફા આવ્યાં
શર્માજી સાફાવાળાના માલિક પવિન્દ્ર શર્માજીએ કહ્યું કે અમે 1994થી મારા પિતાજીએ આ વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારે કોઈ સાફા વિશે જાણતુ ન હતું. ત્યારે માત્ર રાજપુત અને ક્ષત્રિય લોકોમાં સાફાનું ચલણ હતું. જે બાદ અધર કાસ્ટમાં સાફાનું શરૂ થયું. મેરેજ ફંકશનમાં ધીમે ધીમે આ ટ્રેન્ડ શરૂ થયો. નવો યુગ આવતો ગયો તેમ તેમ નવા નવા સાફા આવતા ગયાં.
અલગ અલગ ડિઝાઈનના છે સાફા
ઘણા વર્ષ પહેલા બાંધણી, લેરીયા અને ચુંદડીના સાફા જોવા મળતા હતા. જેમાં 10-12 મીટરના સાફા આપતા કહેવાતુ કે જેટલોકુવો ઉંડો એટલા સાફા લાબાં અને જેટલો કિલ્લો ઉંચો એટલો સાફો લાંબો હતો. પણ હવે સાફો એટલે 7 મીટરનો સાફો અને 44 મીટરનો પન્નો.અલગ અલગ કપડા પર અલગ અલગ સાફા બાંધવામાં આવે છે.જેમ કપડા અલગ તેમ સાફો અલગ અત્યારેડબલ ટોનના સાફા આવે છે. ચંદેરી, મોઠળી, રંગેબેરંગી સહિતના સાફા અમારી પાસે છે.
કેમ સાફાની શરૂઆત કરી?
સાફો એ આપણી સંસ્કૃતિ છે. એટલે એ ભુલાઈ કે વિસરાઈ નહીં તે માટે સાફા બાંધવાની શરૂઆત કરી.શર્માજી સાફાવાળા પાસેમોદીજીને પહેરાવેલા સાફાનું પણ કલેક્શન છે.શર્માજી જ્યારે ઘરેથી નીકળતા ત્યારે માથે સાફો, શેરવાની, મોજળી અને મુછોરાખીને નિકળતા હતા.એટલે લોકો તેને કહેતા શર્માજી નમસ્કાર.
પવિન્દ્ર કુમારના પિતાશ્રી સતિષકુમાર 2013માં દેવ થઈ ગયા.પણ અમે એનો વારસો જાળવીને રાખ્યો છે. અમે અત્યારેધારાસભ્યો અને રાજકીય નેતાઓને અમે સાફા બાંધીએ છીએ.અમારી પાસે સર્ટીફીકેટ અને ફોટો પણ છે.અમારા માટેસેલિબ્રિટી એટલે તમે બધા જ છો. અમારા આ વ્યવસાયમાં અમારી ત્રીજી પેઢી પણ આવી જશે.કારણ કે મારા પિતાના વારસાને મેં સંભાળ્યો અને અમારા વારસાનેહવે અમારો પુત્ર સંભાળશે.કારણ કે આ ટ્રેન્ડ એવો છે કે જનમ, પરણ અને મરણ આ ક્યારેય પુરૂ થવાનું નથી એટલે અમારીઆગળ અમારો દિકરો સંભાળશે. દિકરો થાશે તો પેંડા ખાશે અને વરરાજા પરણશે તો સાફો પહેરશે.આ ક્યારેય પરંપરા અટકવાની નથી.એટલે સાફો પણ એવી જવસ્તુ છે તેની પરંપરા ક્યારેય પુરૂ થવાની નથી.અમારી પેઢી અમારો વારસો સાચવશે.સાફો ઈતિહાસ સર્જે છે.આમ તો અત્યારે સાફો કમ્પલસરી થઈ ગયો છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર