ગોવિંદ નગરમાં રહેતી ખુશી અને પરીએ કોરોનામાં પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. બાળકીઓને તેમના સબંધીઓએ પણ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. મકાન માલિક અને કેર ટેકર પ્રેમ પાંડેયે બાળકીઓને સહારો આપ્યો હતો. બાળકીના અનાથ થવાના સમાચાર રાજૂના મિત્ર અખિલ ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના પ્રદેશ મહામંત્રી જ્ઞાનેશ મિશ્રાને થઇ હતી. જ્ઞાનેશ મિશ્રા બાળકીના ઘરે પહોચ્યા હતા. જ્ઞાનેશ મિશ્રાએ બાળકીઓને લઇને પોતાના મિત્ર કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ સાથે વાત કરી હતી. રાજૂ શ્રીવાસ્તવે બાળકીઓને મુંબઇ સ્થિત પોતાના ઘરે બોલાવ્યા હતા. ખુશી અને પરીએ મુંબઇ સ્થિત રાજૂના ઘરે આવીને મુલાકાત કરી હતી.
ખુશી અને પરી જ્યારે રાજુ શ્રીવાસ્તવને મળવા મુંબઇ સ્થિત ઘરે પહોચી તો તે રડવા લાગી હતી. રાજૂ શ્રીવાસ્તવે બાળકીઓના માથા પર હાથ રાખીને વિશ્વાસ અપાવ્યો કે આપણે બધા એક સાથે છીએ. તે બાદ રાજુ શ્રીવાસ્તવે બાળકીઓને પોતાના જુમલાથી હસાવવાનું શરૂ કરી દીધુ હતુ. રાજુએ બાળકીઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો દાવો કર્યો હતો. રાજુ મોબાઇલ ફોન પર વાત કરીને બાળકીઓના ખબર અંતર પૂછતો હતો. ક્યારેક કાનપુર જવાનું થતુ તો રાજુ બાળકીઓને મળવા માટે પણ જતો હતો.
રાજૂ અંકલ કહીને બોલાવતી હતી બાળકીઓ
ખુશી અને પરીને જ્યારે જાણ થઇ કે રાજુ શ્રીવાસ્તવે દુનિયાને અલવિદા કહી દીધુ છે. બન્ને બાળકીઓ રડવા લાગી હતી. ખુશીનું કહેવુ છે કે પહેલા માતા-પિતાએ અમારો સાથ છોડી દીધો. હવે રાજૂ અંકલ પણ અમને છોડીને જતા રહ્યા હતા. રાજુ અંકલ અમને ઘણો પ્રેમ કરતા હતા. ફોન કરીને અમારો અભ્યાસ અને તબીયત પૂછતા રહેતા હતા. હું અને પરી બન્ને રાજુ અંકલને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે લોકો રોજ પૂજા-અર્ચના કરીને જલ્દી તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Raju srivastav