કોસાડ આવાસમાં વેચાણ માટે રાખેલા ગૌમાંસ સાથે પકડાયેલા એક આરોપીને બે વર્ષની કેદ


ભાગેડુ આરોપી પાસેથી પચ્ચીસ કિલો જથ્થો ખરીદી ઘરમાં રાખ્યો હતો ઃ સહઆરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવાયો


સુરત

ભાગેડુ આરોપી પાસેથી પચ્ચીસ કિલો જથ્થો ખરીદી ઘરમાં રાખ્યો હતો ઃ સહઆરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવાયો

અમરોલી
ખાતે કોસાડ આવાસમાં વેચાણ માટે ઘરમાં ગૌમાંસનો જથ્થો રાખનાર બે પૈકી એક આરોપીને
આજે થર્ડ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ (ફ.ક.) આર.એમ.ચાવડાએ ગુજરાત પશુ સરંક્ષણ
અધિનિયમની કલમ
6 બી,8ના ગુનામાં દોષી ઠેરવી બે વર્ષની કેદ, રૃ.10 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ અને સહઆરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યો
હતો.

અમરોલી
પોલીસ મથકના ફરીયાદી તપાસ અધિકારી આર.એસ.પાટીલે તા
9-5-2015ના રોજ આરોપી મુસ્તાક મોહમદ પટેલ(રે.કોસાડ
આવાસ બિલ્ડીંગ નં.
140-બી20 અમરોલી) તથા
મોહસીન નઝીર પટેલ વિરુધ્ધ ઈપીકો-
295,429 તથા ગુજરાત પશુ
સરંક્ષણ અધિનિયમની કલમ
6 બી,8ના ગુનાની
ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપીઓએ ભાગેડુ આરોપી ઈમ્તિયાઝ પાસેથી રૃ.
25 હજારની કિંમતનો 250 કીલો ગૌ વંશના માંસનો જથ્થાની ખરીદ
કરીને આરોપી મોહસીન પટેલે પોતાના ઘરમાં વેચાણ માટે રાખતા રંગે હાથે ઝડપાયા હતા.

આજથી
સાત વર્ષ પહેલાં બનેલા બનાવ અંગે બંને આરોપીઓ વિરુધ્ધ ન્યાયિક કાર્યવાહીની અંતિમ
સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી કોર્ટ રેકર્ડ પરના પુરાવા તથા સરકારપક્ષે એપીપી
આર.એસ.મોઢે બંને આરોપી પૈકી આરોપી મોહસીન નઝીર પટેલ વિરુધ્ધ પુરાવા સાથે કરેલી રજૂઆતો બાદ કોર્ટે આરોપીને
દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી છે. જ્યારે સહઆરોપી મુસ્તાક પટેલ
વિરુધ્ધના કેસને શંકારહિત સાબિત કરવામાંં
ફરિયાદ પક્ષ નિષ્ફળ રહેતા કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા
હુકમ કર્યો છે.

ગૌ
હત્યા પ્રતિબંધના કાયદાનો ભંગ કાયદો-ન્યાય
વ્યવસ્થાની હાંસી ઉડાડવા જેવું કૃત્ય છેઃ કોર્ટ

(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરુવાર

અમરોલી
પોલીસે સાત વર્ષ પહેલાં ગૌ વંશના માંસના
જથ્થો વેચાણ માટે ઘરમાં રાખીને ગુજરાત પશુ સરંક્ષણ ધારાના ભંગ બદલ આરોપી મોહસન
પટેલને દોષી ઠેરવતા ચુકાદામાં જણાવ્યું હતું કે ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવા
ઉપરાંત બંધારણે દરેક નાગરિકને મૂળ ભૂત અધિકારો સાથે ફરજોનું પાલન કરવાની ફરજ
છે.રાષ્ટ્રહિતમાં પરસ્પર એકબીજાની ધાર્મિક લાગણીને માન આપી તે પ્રમાણે આચરણ કરવાથી
સોહાર્દપુર્ણ વાતાવરણ જળવાઈ રહે છે.વિધાનમંડળે ગૌ હત્યા પ્રતિબંધિત થથાય તે માટે
ભારતીય દંડ સંહિતામાં જોગવા છતાં ગૌ હત્યા પ્રતિબંધિત બાબતો વિશિષ્ટ કાયદો ઘડી કડક
સજાની જોગવાઈ કરી છે.તેમ છતાં આ કાયદાનું છડેચોક ભંગ કરવામાં આવે તો કાયદો અને
ન્યાયની હાંસી ઉડાડવા જેવું કૃત્ય ગણી શકાય.જેને હળવાશથી લેવું ન્યાયના હિતમાં
નથી.



Source link

Leave a Comment