Table of Contents
કેમ મોંઘો થઈ રહ્યો છે લોટ
રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઓછામાં આછું ઉત્પાદન અને વિશ્વ સ્તરે વધતી માંગના કારણે ભાવમાં વધારો થયો છે. સરકારે આ વર્ષે મેમાં ઘઉં એક્સપોર્ટ પર રોક લગાવી દીધી હતી, આ નાણાકીય વર્ષના પહેલા 6 મહિનામાં વાસ્લવિક શિપમેન્ટ ગત વર્ષની સરખામણીમાં બેગણું થઈ ગયુ છે.આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસ RD કે SIP? રૂ.5000 રોકશો તો ક્યાં મળશે વધારે વળતર; આ રહી પાક્કી ગણતરી
1 મહિનામાં ઘઉંના ભાવમાં 5 ટકાનો વધારો થયો છે. 1 વર્ષમાં ઘઉંની કિંમતોમાં 15 ટકા તો લોટની કિંમતોમાં 23 ટકાનો વધારો થયો છે. નવા પાકના આગમન સુધી વૃદ્ધિ કરવામાં આવી શકે છે. નવા પાક એપ્રિલમાં આવશે.
આ પણ વાંચોઃ આ શેરે લોકોને કર્યા માલામાલ, 4 મહિનામાં જ રૂપિયા થયા ડબલ
સરકાર પાસે કેટલો ઘઉંનો સ્ટોક છે?
સરકારની પાસે ઘઉંનો સ્ટોક રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો છે. સરકારની પાસે 277 મેટ્રિક ટન ઘઉંનો સ્ટોક છે. જે માત્ર 26 ટન બફર સ્ટોક ઉપર છે.
હવે શું કરશે સરકાર?
સ્ટોક મર્યાદા લગાવવા કે પછી ખુલ્લા બજારમાં ઘઉં વેચવા અંગે સરકારની કોઈ યોજના નથી. સરકાર ઘઉંના ભાવ પર નજર રાખી રહી છે. આગામી સપ્તાહમાં inter-ministerial સમિતિ ઘઉંના ભાવ પર સમીક્ષા કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, India Government, Wheat