પોલીસે જણાવ્યું છે કે, શુભમે પોતાની ગર્લફ્રેન્ડની પણ અર્ધનગ્ન તસ્વીરો ક્લિક કરી હતી. તેનો આરોપ પણ આ યુવક પર લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે હાલમાં જ હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો, જ્યારે અમુક છોકરીઓએ તેને હોસ્ટેલમાં હિડન કેમેરા લગાવતા જોઈ ગયા હતા. પોલીસે જણાવ્યું છે કે, હોસાકેરેહલ્લી નજીક એક ખાનગી કોલેજમાં બનેલી આ ઘટના ત્યારે સામે આવી જ્યારે અધિકારીઓએ હોસ્ટેલમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરી.
પહેલા પણ પકડાયો હતો આરોપી
પોલીસે જણાવ્યું છે કે, તેણે પહેલા પણ આવું કર્યું હતું અને પકડાયો હતો. લેખિત માફીનામું અને જામીન બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. પોલીસે આગળ કહ્યું કે, એક કોલેજના પ્રોફેસરની ફરિયાદના આધાર પર કેસ નોંધવામાં આવ્યો હતો. તેનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો હતો. પોલીસે આગળ કહ્યું કે, તેના ફોનમાંથી 1200થી વધઆરે વીડિયો અને તસ્વીરો જપ્ત કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, આરોપી પાસે અન્ય એક ફોન છે, તેમાં પણ તસ્વીરો અને વીડિયો હોય શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર