-ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં સતત વધારો
-વડોદરામાં ૧૩.૬, નલિયામાં ૧૩.૮, અમરેલીમાં ૧૪, રાજકોટમાં ૧૫.૮ ડિગ્રી ઠંડી
અમદાવાદ,બુધવાર
ગુજરાતમાં ઠંડીના
પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત રાત્રિએ ગાંધીનગર ૧૨.૭ ડિગ્રી સાથે ઠંડુંગાર
રહ્યું હતું જ્યારે નલિયામાં ૧૩.૮ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો.
અમદાવાદમાં ૧૫.૧ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું
હતું. અમદાવાદમાં આગામી ૩ દિવસ ૧૪ ડિગ્રીની
આસપાસ લઘુતમ તાપમાનનો પારો રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી જ ઠંડીનું જોર હજુ વધશે અને સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી
નીચે જાય તેવી સંભાવના છે.
રાજ્યમાં અન્યત્ર
વડોદરામાં ૧૩.૬, અમરેલી-જુનાગઢમાં ૧૪, ડીસામાં ૧૫.૧, રાજકોટમાં ૧૫.૮, ભાવનગરમાં ૧૬.૬, પોરબંદર-સુરતમાં ૧૭, ભૂજમાં ૧૭.૪, કંડલામાં ૧૭.૬ ડિગ્રી સરેરાશ લઘુતમ
તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચાર-પાંચ દિવસ તાપમાનમાં
ફેરફાર વધવાની સંભાવના નહિવત્ છે.