ગાયનોપાણીપુરીની મજા માણતો VIDEO વાયરલ


ઝારખંડ: પાણીપુરી માત્ર માણસોને જ નહીં પરંતુ પ્રાણીઓને પણ ખૂબ પસંદ આવે છે. વાતમાં વિશ્વાસ ન હોય તો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો એક વિડીયો જોઈ લેવા જેવો છે. હાલમાં જ વાયરલ થયેલો આ વીડિયો જોઈને તેનો અંદાજો લગાવી શકાય છે, જેમાં રસ્તા પર રખડતી એક ગાય અને તેનું વાછરડું ખૂબ જ ઉત્સાહથી પાણીપુરીનો લૂત્ફ ઉઠાવી રહ્યા છે.

પાણીપુરી અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે- પાણીપુરી, બતાશા, પુચકા, ફુલકી, ગુપચુપ વગેરે. પાણીપુરીનું નામ લેતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ હાલમાં જ વાયરલ થયેલા આ વીડિયોમાં તે પાણીપુરીનો સ્વાદ માણસોને નહીં, પરંતુ ગાયો લેતી જોવા મળે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ રસપ્રદ વીડિયોમાં એક વ્યક્તિ ગાય અને તેના વાછરડાને પાણીપુરી ખવડાવતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે મા-બાળકની જોડી પાણીપુરી માટે તેમના નંબરની રાહ જોઈ રહી છે.

કલેક્ટર સંજય કુમારે શેર કર્યો VIDEO

આ વીડિયોને ઝારખંડના કલેક્ટર સંજય કુમારે તેમના ટ્વિટર હેન્ડલ પર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું હતુ કે, ‘જો મા-દીકરી સાથે હોય અને તેમને ગોલગપ્પા વેચનાર મળી જાય તો બીજું શું કહી શકાય.’ સેંકડો લોકો વિડિયો જોઈ રહ્યાં છે, શેર કરી રહ્યાં છે અને ઘણી કોમેન્ટ કરી રહ્યાં છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Cow, Social media, Viral videos





Source link

Leave a Comment