આ પણ વાંચોઃ-Happy Bhavsar Death: હેપીનાં નામની પાછળ છે એક નાનકડી રસપ્રદ કહાની, જન્મી ત્યારે રડી ન હતી હેપી ભાવસાર
Table of Contents
2023માં લોસ એન્જલસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
2023ની સાલમાં અમેરિેકાના લોસ એન્જલસમાં યોજાનાર ઓસ્કર અવૉર્ડ્સમાં ફિલ્મ છેલ્લો શો ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને બેસ્ટ ઈન્ટરનેશનલ કેટેગરીની ફિલ્મો સાથેની સ્પર્ધામાં ઉતરશે.
Gujarati film “Chhello Show” is India’s official entry for Oscars 2023: Film Federation of India
— Press Trust of India (@PTI_News) September 20, 2022
ફિલ્મ ડિરેક્ટરના જીવન પરથી પ્રેરિત છે ફિલ્મ
અન્ય રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના મોટા ભાગની વાર્તા ફિલ્મના ડિરેક્ટર પાન નલિનના જીવન પરથી છે. જેમનો જન્મ સૌરાષ્ટ્રના અડતાલા ગામમાં થયેલો છે. ગામડાના સ્થાનિક 6 બાળકોને આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના રેલ્વે સ્ટેશન અને ગામડાઓમાં થયું છે. ફિલ્મની વાર્તાને રિયલ લૂક આપવા માટે જૂના સિનેમા પ્રોજેક્ટર્સની પણ ખરીદી કરવામાં આવી હતી. કોરોના પહેલા (માર્ચ 2020) આ ફિલ્મનું શૂટિંગ થયું હતું પરંતુ મહામારીને કારણે પોસ્ટ પ્રોડક્શન આ ફિલ્મનું બાકી હતું.
ફિલ્મના કલાકારો
ભાવિન રબારી (સમય)
ભાવેશ શ્રીમાળી (ફઝલ)
રિચા મીના (બા - સમયની માતા)
દિપેન રાવલ (બાપુજી - સમયના પિતા)
પરેશ મહેતા (સિનેમા મેનેજર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ગુજરાતી ફિલ્મ