Table of Contents
હીરા સોલંકીનો વાયરલ વીડિયો
રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ કાર્યકર્તાઓએ તેમનો આ વીડિયો વાયરલ કરવાની પણ સલાહ આપી છે. તેમણે વિવાદીત વીડિયોમાં જણાવ્યુ છે કે, ‘એક વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ધ્યાન પર મૂકવાની છે. કોઇના બાપથી બીતા નહીં અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. આ જે ધાકધમકી દેવાવાળા નીકળ્યા છે ને એ બધાના ડબ્બા ગુલ કરી કાઢવાનો છું. યેન કેન પ્રકારે માહોલ ડહોળવા નીકળ્યા છે ત્યારે સમાજે ધ્યાન રાખવું પડે. તમે ખાલી જાફરાબાદનુ સાચવી લેજો, બાકી બધું મારા પર મૂકી દો. બધુ પતી ગયું છે બધાના ડબ્બા ગુલ થઇ ગયા છે.’આ પણ વાંચો: અમિત શાહ, નરોત્તમ પટેલનાં આ રેકોર્ડ હજી કોઇ નથી તોડી શક્યું
તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘એવી કોઇ ચિંતા આપણે કરવાની નથી. ભાજપ ખૂબ સારા મતે જીતવા જઈ રહ્યા છીએ. માહોલ બગાડવાને જેને પ્રયત્ન કરતા હોય તેમને કરવા દેજો ચૂંટણી પછી ઈ છે ને હું છું. આ વાયરલ કરજો પાછા.’
મધુ શ્રીવાસ્ત્વનો પણ ધમકીનો વીડિયો વાયરલ
વાઘોડિયાના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ફોર્મ ભરતી વખતે તેમણે દબંગ મૂડમાં જણાવ્યું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી, આ બાહુબલી હજી છે. મારા કાર્યકરોનો કોઈ કોલર પકડશે તો ઘરમાં ઘૂસીને ગોળી મારી દઈશ. આ સાથે તેમણે કહ્યુ કે, ‘શેર તો અકેલા હી ચલતા હૈ.’
તમારા શહેરમાંથી (અમરેલી)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમરેલી, ગુજરાત, ગુજરાત ચૂંટણી