ગુજરાત ચૂંટણી : આચાર સંહિતાના અમલ બાદ 29,844 કેસ નોંધાયા, 24,710 આરોપીની ધરપકડ



અમદાવાદ,તા.25 નવેમ્બર-2022, શુક્રવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમાં ત્રીજી નવેમ્બરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું તો પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઈ છે અને આ આચાર સંહિતા ભંગ હેઠળ તા.3 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં કુલ 29,844 કેસ કરાયા છે. આ કેસ અંતર્ગત કુલ 24,710 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આચાર સંહિતા ભંગ બદલ કુલ રૂ.31,19,00,999નો મુદ્દામાલ જપ્ત કરાયો

ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 અન્વયે રાજયમાં આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ 29,844 કેસો કરવામાં આવેલ છે, જેમાં 24,710 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૂપિયા 24,75,650નો દેશી દારૂ, રૂ.13,26,84,216નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા રૂપિયા 14,67,41,132 અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 31,19,00,999નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં ભરાયા

રાજ્યમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 હેઠળ 2,60,703 કેસો, ગુજરાત દારૂબંધી અધિનિયમ-1949 હેઠળ 30,051 કેસો, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 હેઠળ 71 કેસો તથા PASA એક્ટ-1985 હેઠળ 329 કેસો, એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,91,154 લોકો અટકાયતી કાર્યવાહી કરાઈ છે.

39 કેસો નોંધી કુલ 61,92,77,309નો NDPS પદાર્થ જપ્ત કરાયો

રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 51,126 હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. રાજ્યમાં આર્મ્સ એક્ટ-1959 હેઠળ 78 ગેરકાયદેસર હથિયાર તથા 354 ગેરકાયદેસર દારૂગોળા તથા 150 ગ્રામ વિસ્ફોટક પરાર્થ જમા કરવામાં આવેલ છે. રાજ્યમાં એનડીપીએસ એક્ટ-1985 હેઠળ કુલ 39 કેસો નોંધી કુલ 61,92,77,309નો 1460.9895 કિ.ગ્રા.નો NDPS પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.

SSTએ કુલ રૂ.1,68,21,400નો, ફ્લાઈંગ સ્કવોડ્સે કુલ રૂ.1,49,85,682નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા રૂપિયા 55,270નો IMFL, રૂ.3430નો દેશી દારૂ, રૂ.1.53,00,000ના ઘરેણાં, રૂ.92,84,730ની રોકડ રકમ તથા રૂ.14,61,700ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,68,21,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફ્લાઈંગ સ્કવોડ્સ દ્વારા 11,242 રૂપિયાનો IMFL, રૂ.500નો દેશી દારૂ, 1,41,15,940 રોકડ તથા 8,58,000 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા 1,49,85,682નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા 3,08,71,000 રોકડ, 3,54,14,237 રૂપિયાના ઘરેણાં, 61,92,87,199 રૂપિયાના NDPS પદાર્થો તથા 74,33,924 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,30,06,360નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.



Source link

Leave a Comment