ગુજરાત ચૂંટણી કરણી સેના પ્રદેશ અધ્યક્ષ ભાજપમાં જોડાયા


અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક દિગ્ગજો ભાજપમાં જોડાઇ રહ્યા છે. કરણી સેના પ્રદેશ અધ્યક્ષે કેસરિયા કર્યા છે. રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. તેમના ઉપરાંત અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

આજે જોડાયેલા મુખ્ય હોદેદારોના નામ નીચે મુજબ છે.

સૂરજ ડેર - ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી - પૂર્વ NSUI ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ
બ્રિજેશ પટેલ - ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી -પૂર્વ NSUI ઉપપ્રમુખ રાજકોટ શહેર જિલ્લો
રવીભાઈ વેકરીયા - રાજકોટ શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી
રાજકોટ મહાનગર પાલિકા 2020 વોર્ડનું - 13 કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર
મિતભાઈ બાવરીયા - NSUI ગુજરાત પ્રદેશ મંત્રી - NSUI રાજકોટ શહેર મહામંત્રી ૨૦૧૮
શિવનાંથસિંહ રાઠોડ - ગાંધીનગર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ
નયનભાઈ ભોરાનીયા - રાજકોટ મહાનગર પાલીકા ૨૦૨૦ વોર્ડ નં - ૮ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર
અજયસિંહ નકુમ - ગીર સોમનાથ જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી - જિલ્લા પંચાયત ૨૦૨૦ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર તાલાલા સીટ
રવી તળપદા - ટંકારા પડધરી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ
ગૌતમ મોરડીયા - ટંકારા પડધરી વિધાનસભા મહામંત્રી - હાલ માં સરપંચશ્રી ગોર ખીજડીયા ગ્રામપંચાયત
વિક્રમ બોરીચા - રાજકોટ શહેર NSUI ઉપપ્રમુખ
સન્નીભાઈ ડાંગર - રાજકોટ યુથ કોંગ્રેસ મહામંત્રી
કેયુર ભૂત - રાજકોટ શહેર NSUI મહામંત્રી
ભાવેશ ભૂવા - ધાંગધ્રા વિધાનસભા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ અને પૂર્વ NSUI પ્રમુખ

આ પણ વાંચો: સુરત: માતા બાળકો રિક્ષાની જોઇ રહ્યા હતા રાહ, પૂરપાટ આવતા ટેમ્પાએ અડફેટે લેતા બે માસૂમનાં મોત

‘સત્તા પક્ષની સાથે જન સેવા કરીશું’

ભાજપમાં જોડાયા બાદ રાજ શેખાવતે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે, હું સી.આર. પાટીલ અને ભાજપનો આભાર માનું છું. અમે 2017થી લોકસેવા કરીએ છે. હવે સત્તા પક્ષની સાથે જન સેવાનું કાર્ય આગળ વધારીશું. કોઈપણ ઘટના બને ત્યારે ક્ષત્રિયને યાદ કરવામાં આવે છે. હવેથી દર મહિને જિલ્લાની ટીમ ભાજપમાં જોડાશે. આંદોલનકારી માટે ધરપકડ થતી હોય છે. સરકાર સામે અમારી લડત હતી. લોકસેવાની મોકો ભાજપે આપ્યો છે.

અમારો નિર્ણય ક્ષત્રિય અને ગુજરાતની જનતા માટે સારો છે. લોકો વિરોધ કરે એનો વાંધોનાં હોય. અમારું કેડર અમારી સાથે છે. અમારી અપેક્ષા એક જ છે ભાજપ દેશહિતમાં કામ કરે એને ગતિ મળે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત ચૂંટણી, બીજેપી



Source link

Leave a Comment