ગુજરાત ચૂંટણી 2022 નવેમ્બર આજની અપડેટ


ગાંધીનગર: ગુજરાતમાં હાલ તમામ પક્ષો પોતાની ચૂંટણીનો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણી પંચ તેમનું કામ કરી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીના કુલ મળીને 51782 જેટલા મતદાન મથકોમાંથી 30 ટકાની આસપાસ મતદાન મથકો એટલે કે 16 હજારથી વધુ મથકો સંવેદનશીલ મથકો તરીકે નક્કી કરવામા આવ્યા છે. સંવેદનશીલથી અતિ સંવેદનશીલ ગણાતા મથકોમાં સ્ટેટ પોલીસ ઉપરાંત પેરામીલિટ્રી ફોર્સના જવાનો પણ તૈનાત કરવામા આવે છે. ચૂંટણીપંચ દ્વારા ગત ચૂંટણીની વિવિધ બાબતો અને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ વગેરેને ધ્યાને રાખીને સંવેદનશીલ અતિસંવેદનશીલ મથકો નક્કી કરવામા આવે છે.

આજે ભાજપ કાર્પેટ બોમ્બિગ પ્રચાર પાર્ટ-2 કરશે. બીજા તબક્કા માટે ભાજપના પ્રચારની આંધી જોવા મળશે. આજે 93 બેઠકો માટે 27 દિગ્ગજ નેતા 75 સ્થળે સભા સંબોધશે. એક દિવસમાં 93 બેઠકો માટે કાર્પેટ બોમ્બિંગ પ્રચાર જોવા મળશે. 2022ની ચૂંટણીમાં ભાજપનો પ્લાનિંગ સાથે પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે. આજે 15 કેન્દ્રીય નેતા, 12 રાજ્યના નેતા સભાઓ ગજવશે. આજે 27 નેતાઓ પ્રચાર કરતાં જોવા મળશે, જ્યારે કાલથી 2 દિવસ PM મોદી પ્રચાર કરશે. સાથે જ અમિત શાહ, જે.પી.નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ જોડાશે. CM ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા પણ પ્રચાર કરશે.



Source link

Leave a Comment