ગુજરાત વિધાનસભા ચૂંટણી - પબુભા માણેક, કાંધલ જાડેજા અને છોટુ વસાવા


અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના ત્રણ ઉમેદવારો એવા છે કે તેમનું તો માત્ર નામ જ પૂરતું છે. તેમના નામથી જ તેઓ જીતતા આવ્યાં છે. આ ત્રણેય ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડી ચૂક્યાં છે. તે છતાંય તેમને કોઈ જ ફરક પડ્યો નથી. આવો જાણીએ ત્રણેય ઉમેદવારો વિશે…

દેવભૂમિ દ્વારકાની દ્વારકા બેઠકના પબુભા માણેક

સૌથી પહેલી વાત કરીશું પબુભા માણેક વિશે. દ્વારકાની વિધાનસભા બેઠકથી પબુભા માણેક પહેલીવાર 1990માં ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમણે એકપણ ટર્મ હારી નથી. સતત તેઓ સાત ટર્મ સુધી ધારાસભ્યા રહ્યા છે અને અપક્ષ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેયમાંથી ચૂંટણી લડી ચૂક્યાં છે. હાલ તેઓ ભાજપમાં છે અને વિધાનસભા ચૂંટણી 2022માં પણ ભાજપે તેમને દ્વારકા બેઠક પરથી ટિકિટ આપી છે. છેલ્લા ત્રણ દાયકાથી અહીં તેમનું એકહથ્થુ વર્ચસ્વ છે. તેમને કોઈપક્ષ ટિકિટ આપે કે ન આપે તેમને ફરક નથી પડતો, કારણ કે તેઓ ભૂતકાળમાં પણ અપક્ષ ચૂંટણી જીત્યાં છે.

આ પણ વાંચોઃ ‘એક મારું અંગત કામ છે, કરશો ને?’, જાણો મોદીનું આ કામ કયું

પોરબંદરની કુતિયાણા બેઠકના કાંધલ જાડેજા

બીજા નેતા એટલે કુતિયાણા સીટના ધારાસભ્ય કાંધલ જાડેજા. પોરબંદરની કુતિયાણા બેઠક પર છેલ્લી બે ટર્મથી NCP પક્ષમાંથી તેમને ટિકિટ આપવામાં આવતી હતી અને તેઓ ધારાસભ્ય બન્યા હતા. અહીં તેમનો દબદબો જોરદાર છે. તેમના નામથી જ લોકો તેમને મત આપે છે. ભલે તે ગમે તે પાર્ટીમાં હોય. વર્ષ 2012માં તેમણે પ્રથમવાર વિઘાનસભા ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 2017માં પણ NCPમાંથી ચૂંટણી લડી અને જીત્યા. પરંતુ આ વર્ષે તેમને NCPએ ટિકિટ આપી નથી. પક્ષમાં થયેલા આંતરિક મતભેદો બાદ તેણે સપા એટલે કે સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.

આ પણ વાંચોઃ ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કેટલાકને ટિકિટ આપી તો અમુકને ‘નો રિપિટ’માં મૂક્યાં!

Chhotu vasava mla from last seven terms

છોટુ વસાવા સાત ટર્મથી ભરૂચની ઝઘડિયા બેઠક પરથી ધારાસભ્ય છે.

ભરૂચની ઝઘડિયા બેઠકના ધારાસભ્ય છોટુ વસાવા

આ સિરિઝના ત્રીજા નેતા એટલે છોટુ વસાવા. ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી વર્ષ 1990માં તેમણે પહેલીવાર ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા. ત્યારબાદ તેમણે એક ટર્મ અપક્ષ તરીકે જીત્યુ હતું. પછી JDUમાંથી ઊભા રહ્યા અને સતત ચાર ટર્મ જીત્યા. વર્ષ 2012માં તેઓ BTPમાંથી ઊભા રહ્યા હતા અને જીત્યા હતા. આ વખતે BTPમાં તેમના જ પુત્ર મહેશ વસાવા સાથે થયેલી માથાકૂટને કારણે તેમણે અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે. છેલ્લી સાત ટર્મથી તેઓ ઝઘડિયાના ધારાસભ્ય રહ્યા છે. તેમના નામથી જ લોકો તેમને મત આપે છે. છોટુ વસાવા આદિવાસી નેતા તરીકે ખૂબ પ્રખ્યાત છે..


આમ, ગુજરાતના આ ત્રણેય નેતાનો દબદબો એવો રહ્યો છે કે, ગમે તે પાર્ટી હોય કે પછી અપક્ષ જ કેમ ના હોય જીતવાનું તો પાક્કું જ! તેમના નામથી જ તેમને લોકો મત આપે છે. ભલેને પછી તે ગમેતે પાર્ટીના હોય. તેમના નામથી જ લોકો તેમને જીત અપાવે છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ આ પેટર્ન રિપિટ થાય છે કે નહીં તે સમય જ જણાવશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Bharuch, Devbhumi dwarka News, Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Kandhal jadeja, Pabubha Manek, Porbandar News



Source link

Leave a Comment