ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજેપી હજી નથી જીતી આ બેઠક


ગાંધીનગર: સ્વતંત્રતા બાદ કોંગ્રેસે મોટાભાગના રાજ્યો પર શાસન કર્યું છે. કોંગ્રેસ ભારતીય રાજકારણમાં જીતનો દાવેદાર બની ગયું હતું. ભારતીય રાજકારણમાં વર્ષ 1980ના દાયકાના અંતમાં ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં પ્રવેશતા રાજકારણનું અલગ ચિત્ર ઊભું થયું હતું. હાલમાં કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે આરક્ષણના મુદ્દાને લઈને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

તે સમયે ભાજપે હિંદુ વોટને મજબૂત કરવાની જરૂરિયાત લાગી હતી. આ પરિસ્થિતિમાં ભાજપે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્ત્વમાં રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉત્તરપ્રદેશના અયોધ્યા સુધી આ મુદ્દો પહોંચ્યો હતો. ગુજરાત, ઉત્તરપ્રદેશ અને બિહારમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે અને ભાજપનો ડંકો વાગ્યો છે. 2000ના દાયકાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ભાજપનું નેતૃત્તવ કર્યું હતું. લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતમાં હિંદુત્વના રાજકારણ પર ચૂંટણી જીતી હતી. ત્યારબાદ પશ્ચિમ ભારત ભાજપનો ગઢ બની ગયું છે. તેમ છતાં ભાજપ ગુજરાતની બોરસદ, ઝઘડિયા, વ્યારા, ભિલોડા (1995 સિવાય), મહુધા, આંકલાવ, દાણીલીમડા અને ગરબાડા વિધાનસભા બેઠક પર હજુ સુધી પરચમ લહેરાવી શક્યું નથી.

ગુજરાત પર છેલ્લા 27 વર્ષથી ભાજપનું વર્ચસ્વ છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપની જ એક પાર્ટી ભારતીય જન સંઘ પણ ચૂંટણી જીતી શક્યું નથી. ભારતમાં ગુજરાતની રચના બાદ ભાજપે રાજકારણમાં તરત જ પ્રવેશ કર્યો ન હતો. તે સમયે ભારતીય જનસંઘ પાર્ટી અસ્તિત્વમાં હતી.

ભાજપે 2000 દાયકાના મધ્યમગાળા બાદ આ સીટ પર જીતી મેળવી છે. ભાજપ જે સીટ પર જીત મેળવી શકી નથી, તે સીટ પર જીત મેળવવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. શું આ વખતે ભાજપ ગુજરાતમાં આ બેઠકો પર જીત મેળવી શકશે? ગુજરાત રાજ્યનું ગઠન થયા બાદ વર્ષ 1962માં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોમાંથી કેટલાકને ટિકિટ આપી?

વર્ષ 1962ની ચૂંટણી

કોંગ્રેસે 154 સીટમાંથી 113 સીટ, સ્વતંત્ર પાર્ટીએ 26 સીટ અને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ 7 વિધાનસભા સીટો પર જીત મેળવી હતી.

બોરસદ - સ્વતંત્ર પાર્ટીના મગનભાઈ વાંસજીભાઈ પટેલનો કોંગ્રેસના રમણલાલ ધનાભાઈ પટેલ સામે વિજય

ઝઘડિયા- કોંગ્રેસના વસાવા ધનુબેન દલપતભાઈનો સ્વતંત્ર પાર્ટીના અમરસંગ ગોવિંદ ભીલ સામે વિજય

વ્યારા- કોંગ્રેસના પૃથ્વીરાજ ગાંગજીભાઈ ચૌધરીનો વિજય

ભિલોડા- કોંગ્રેસના ગણપતલાલ જોઠાલાલ ત્રિવેદીનો સ્વતંત્ર પાર્ટીના જમનાશંકર પુજીરામ ભટ્ટ સામે વિજય

વર્ષ 1962ની ચૂંટણી

આ ચૂંટણીમાં કોંગ્રેસે 168 સીટમાંથી 93 સીટ, સ્વતંત્ર પાર્ટીએ 66 સીટ, ભારતીય જનસંઘ પાર્ટીના CH શુક્લાએ રાજકોટની એક સીટ પર જીત મેળવી હતી.

ભારતીય જનસંઘ (BJS)ની સ્થાપના વર્ષ 1951માં કરવામાં આવી હતી. BJS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જમણેરી પક્ષ હતો.

બોરસદ: કોંગ્રેસના આરડી પટેલનો સ્વતંત્ર પાર્ટીના એફડી પટેલ સામે વિજય

ઝઘડિયાઃ કોંગ્રેસના ઝેડ આર વસાવાનો સ્વતંત્ર પાર્ટીના સામે વિજય

વ્યારા: કોંગ્રેસના બીએસ ગામીતનો સ્વતંત્ર પાર્ટીના આરવી ચૌધરી સામે વિજય

ભિલોડા: સ્વતંત્ર પાર્ટીના એ. જે. ત્રિવેદીનો કોંગ્રેસના એમ. કે. શાહ સામે વિજય

ઈન્દિરા ગાંધીની એક્ઝિટ

વર્ષ 1960નો અંત કોંગ્રેસ માટે સારો સમય નહોતો. વર્ષ 1969માં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પાર્ટી શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ રિક્વિઝિશનિસ્ટ (કોંગ્રેસ R) કોંગ્રેસની સ્થાપના સાથે પક્ષનું વિભાજન કર્યું હતું. કે. કામરાજના બીજા જૂથને કોંગ્રેસ (ઓ) અથવા જૂનું કોંગ્રેસ કહેવામાં આવતું હતું.

વર્ષ 1970ના દાયકામાં કોંગ્રેસ (R)નો સૂર્યાસ્ત થયો અને કોંગ્રેસ (I) બની હતી. ‘I’ ઇન્દિરા ગાંધી માટે હતો, જે બાદમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે પ્રચલિત થઈ હતી. કોંગ્રેસ (O) જનતા પાર્ટી સાથે આવી ગઈ હતી.

વર્ષ 1972ની ચૂંટણી

આ દરમિયાન કોંગ્રેસે 168માંથી 140 સીટ, કોંગ્રેસ (O)એ 16 સીટ, ભારતીય જન સંઘ પાર્ટીએ 3 સીટ જીતી હતી. જેમાં હરિસિંહજી અખુભા ગોહિલ સિહોર સીટના, ભગવાનદાસ નારણદાસ અમીન ચાણસ્માના અને લેખરાજ એચ બચાણી પાલનપુરના ધારાસભ્ય બન્યા હતા.

બોરસદ: કોંગ્રેસના ઉમેદભાઈ ફતેસિંહ ગોહેલનો કોંગ્રેસ (O)ના ગોકળભાઈ કાશીભાઈ પટેલ સામે વિજય

ઝઘડિયા: કોંગ્રેસના ચીમનલાલ કે વસાવાનો કોંગ્રેસ (O)ના દાઉદભાઈ બી દેખરિસ્તી સામે વિજય.

વ્યારા: કોંગ્રેસના અમરસિંહ બી ચૌધરીનો કોંગ્રેસ (O)ના પી. કે. નાગજીભાઈ ચૌધરી સામે વિજય

ભિલોડા: કોંગ્રેસના મૂળશંકર રણછોડદાનો કોંગ્રેસ (O)ના ગણપતલાલ જે. ત્રિવેદી સામે વિજય

મહુધા (નવી બેઠક): કોંગ્રેસ (O) ના હરમાનભાઈ એન. પટેલનો કોંગ્રેસના અહેમદમીયા એમ. પીજાદા સામે વિજય

આ પણ વાંચો: ચૂંટણીના મેદાન-એ-જંગમાં ભાજપની આ 25 સીટ પર મજબૂત દાવેદાર

વર્ષ 1975ની ચૂંટણી

આ ચૂંટણીમાં કોંગ્રેસે 168માંથી 75 સીટ, કોંગ્રેસ (O)એ 56 સીટ, ભારતીય જન સંઘ પાર્ટીએ 18, કિસાન મજદૂર લોક સભાએ 12 સીટ જીતી હતી.

બોરસદ: કોંગ્રેસના ગોહેલ ઉમેદભાઈ ફતેસિંહનો કોંગ્રેસ (O)ના પટેલ ગોકળભાઈ કાશીભાઈ સામે વિજય.

ઝઘડિયા: કોંગ્રેસના વસાવા ઝીણાભાઈ રામસંગનો કોંગ્રેસ (O)ના દેશમુખ દલપતસિંહ અમરસિંહ સામે વિજય.

વ્યારા: કોંગ્રેસના અમરસિંહ ભીલાભાઈ ચુધરીનો કોંગ્રેસ (O)ના પૃથ્વીરાજ ગંગાજીભાઈ ચૌધરી સામે વિજય.

ભિલોડા: કોંગ્રેસ (O)ના વ્યાસ ધનેશ્વર કાલિદાસનો કોંગ્રેસના ત્રિવેદી રણછોડલાલ પરસોત્તમ સામે વિજય.

મહુધા: કોંગ્રેસના બળવંતસિંહ સુધનસિંહ સોઢાનો કોંગ્રેસ (O) ના પટેલ હરમાનભાઈ નરસિંહભાઈ સામે વિજય.

ભાજપનો ઉદય

પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય કટોકટી લાદતા ભારતનું રાજકારણ બદલાઈ ગયું હતું. વર્ષ 1977માં મોરારજી દેસાઈ સહિતના બળવાખોર કોંગ્રેસી નેતાઓ, કોંગ્રેસ વિરોધી પક્ષો ઈન્દિરા ગાંધીને પદ પરથી દૂર કરવા માટે અને જનતા પાર્ટીની રચના કરવા માટે ભેગા થયા હતા. ત્યારે BJS જનતા પાર્ટીમાં ભળી ગયું હતું.

ઈન્દિરા ગાંધીને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા. પરંતુ જનતા પાર્ટીની કોશિશ વધુ સમય સુધી ચાલી શકી નહોતી. જનતા પાર્ટી અને RSSને ડ્યુઅલ મેમ્બરશીપ આપતા ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાંથી અલગ થઈ ગયું હતું અને ભારતીય જનતા પાર્ટીની રચના કરી હતી. ગુજરાતનું રાજકારણ આ ઘટનાક્રમથી અલગ રહી શક્યું નથી.

વર્ષ 1980ની ચૂંટણી

આ ચૂંટણીમાં કોંગ્રેસે 182 સીટમાંથી 141 સીટ, જનતા પાર્ટીએ 21 સીટ અને ભાજપે 9 સીટ જીતી હતી.

બોરસદ: કોંગ્રેસ (I)ના ગોહેલ ઉમેદભાઈ ફતેસિંહનો જનતા પાર્ટીના પટેલ ચતુરભાઈ ભાઈલાલભાઈ સામે વિજય

ઝઘડિયા: કોંગ્રેસ (I)ના વસાવા રાવદાસ લીમજીભાઇનો જનતા પાર્ટીના વસાવા ખુશાલભાઇ વાલજીભાઇ સામે વિજય

વ્યારા: કોંગ્રેસ (I)ના અમરસિંહ ભીલાભાઈ ચૌધરીનો જનતા પાર્ટીના ચૌધરી મોહનભાઈ રવજીભાઈ સામે વિજય

ભિલોડા: કોંગ્રેસ (I)ના ત્રિવેદી મનુભાઇ અંબાશંકરનો ભાજપના નાથુભાઇ જી. પટેલ સામે વિજય

મહુધા: કોંગ્રેસ (I)ના સોઢા બલવંતસિંહ સુધનસિંહનો જનતા પાર્ટીના પઠાણ છોટેખાન બિસ્મીલાખાન સામે વિજય

વર્ષ 1985ની ચૂંટણી

વર્ષ 1985માં કોંગ્રેસ ફરી ગુજરાતના રાજકારણમાં સત્તા પર આવી હતી. કોંગ્રેસે કુલ 182 બેઠકોમાંથી 149 બેઠકો જીતી હતી. આ મત 55 ટકાથી વધુ હતા. ભાજપ હજુ સુધી આટલી સીટ જીતી શક્યું નથી. જોકે, ઘણું બધું ટૂંક સમયમાં બદલવાનું શરૂ થવાનું હતું. વર્ષ 1985માં સરકારની આરક્ષણ નીતિના કારણે તોફાનો થયા હતા. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તોફાનો થયા હતા.

બોરસદઃ કોંગ્રેસના ઉમેદભાઈ ફતેસિંહ ગોહેલનો જનતા પાર્ટીના પટેલ ઈન્દુભાઈ ઝવેરભાઈ સામે વિજય.

ઝઘડિયાઃ કોંગ્રેસના રેવદાસભાઈ લીમજીભાઈ વસાવાનો જનતા પાર્ટીના વસાવા છોટુભાઈ અમરસંગ સામે વિજય.

વ્યારા: કોંગ્રેસના અમરસિંહ ભીલાભાઈ ચૌધરીનો સીપીઆઈના પટેલ ધીરુભાઈ ભેંકલાભાઈ સામે વિજય.

ભિલોડા: કોંગ્રેસના ઉપેન્દ્ર ત્રિવેદીનો જનતા પાર્ટીના ખેમાભાઈ હીરાભાઈ પટેલ સામે વિજય.

મહુધા: કોંગ્રેસના સોઢા બળવંતસિંહ સુધાનસિંહનો જનતા પાર્ટીના પરમાર વજસીગ કાભઈભાઈ સામે વિજય.

મંડળ VS કમંડળ

વર્ષ 1989ની લોકસભા ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી માટે બોફોર્સ મહત્ત્વનો પડકાર હતો. વિપક્ષે ફરી એકવાર ચૂંટણી જીતવા માટે પ્રયાસો કર્યા હતા. વી. પી. સિંહ એ મોરારજી દેસાઈનો નવો ચહેરો હતા. જનતા પાર્ટી અને અન્ય કોંગ્રેસ વિરોધી પક્ષોએ જનતા દળ બનાવવા માટે ગઠબંધન કર્યું હતું. આ પાર્ટીએ ચૂંટણી જીતી હતી અને બિહારમાં લાલુ યાદવ સહિત અન્ય રાજ્યોમાં પોતાની પાર્ટીના મુખ્યમંત્રીઓ સ્થાપિત કર્યા હતા.

વર્ષ 1990ની ચૂંટણી

કોંગ્રેસે આ ચૂંટણીમાં માત્ર 33 સીટ જીતી હતી. જનતા દળે 70 બેઠકો જીતી હતી અને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. જનતા દળના ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી અને ભાજપના કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, તે જ વર્ષે ચીમનભાઈ પટેલે ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્યોના સપોર્ટથી પદ પર રહ્યા હતા. વર્ષ 1994માં ચીમનભાઈ પટેલનું અવસાન થતા કોંગ્રેસના છબીલદાસ મહેતાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

વર્ષ 1990ની ચૂંટણીમાં ભાજપે વધુ સીટ જીતી હોવા છતાં, કેટલીક સીટ પર તેઓ હજુ સુધી જીત મેળવી શક્યા નથી.

બોરસદઃ કોંગ્રેસના માધવસિંહ ફુલસિંહ સોલંકીનો ભાજપના પટેલ જયંતિભાઈ તલસીભાઈ સામે વિજય.

ઝઘડિયાઃ જેડીના વસાવા છોટુભાઈ અમરસંગભાઈનો કોંગ્રેસના વસાવા ચંદુભાઈ મગનભાઈ સામે વિજય.

વ્યારા: INDના ચૌધરી અમરસિંહ ઝીણાભાઈનો કોંગ્રેસના અમરસિંહ ભૈલાભાઈ ચૌધરી સામે વિજય.

ભિલોડા: કોંગ્રેસના ઉપેન્દ્ર ત્રિવેદીનો JDના પટેલ ખેમાભાઈ હીરાભાઈ સામે વિજય.

મહુધા: કોંગ્રેસના ઠાકોર નટવરસિંહ ફુલસિંહનો ભાજપના કિશોરસિંહ સોલંકી સામે વિજય.

વર્ષ 1995ની ચૂંટણી

વર્ષ 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા અને ભાજપે 121 સીટ પર જીત મેળવી હતી. કોંગ્રેસે માત્ર ગણતરીની સીટ પર જીત મેળવી હતી.

બોરસદઃ કોંગ્રેસના ભરતભાઈ માધવસિંહ સોલંકીનો INDના ગોહેલ ઉમેદભાઈ ફતેસિંહ સામે વિજય.

ઝઘડિયા: INDના છોટુભાઈ અમરસંગ વસાવાનો ભાજપના વસાવા ચંદુભાઈ મગનભાઈ સામે વિજય.

વ્યારા: INDના પ્રતાપભાઈ બાબુભાઈ ગામીતનો કોંગ્રેસના અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી સામે વિજય.

ભિલોડા: ભાજપના ડો.અનિલ જોશિયારાનો કોંગ્રેસના ઉપેન્દ્ર ત્રિવેદી સામે વિજય.

મહુધા: કોંગ્રેસના ઠાકોર નટવરસિંહ ફુલસિંહનો ભાજપના કિશોરસિંહ સોલંકી સામે વિજય.

વર્ષ 1998ની ચૂંટણી

કેશુભાઈ પટેલ ફરી એકવાર ભાજપ કાર્યાલયમાં પરત ફર્યા હતા. કોંગ્રેસ 50 થી વધુ સીટ જીતી શકતી નહોતી. ભાજપ અભેદ્ય રીતે આગળ વધી રહી હતી.

બોરસદઃ કોંગ્રેસના સોલંકી ભરતભાઈ માધવસિંહનો ભાજપના પટેલ દિલીપભાઈ નરસિંહભાઈ સામે વિજય.

ઝઘડિયા: JDUના છોટુભાઈ અમરસંગ વસાવાનો કોંગ્રેસના દલપતસિંહ વસાવા સામે વિજય.

વ્યારાઃ કોંગ્રેસના ગામીત પ્રતાપભાઈ બાબુભાઈનો ભાજપના અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી સામે વિજય.

ભિલોડા: INDના ઉપેન્દ્ર ત્રિવેદીનો ભાજપના પટેલ દેવજીભાઈ વિસંગભાઈ સામે વિજય.

મહુધા: કોંગ્રેસના ટી. ટી. ઠાકોરનો નટવરસિંહ ફુલસિંહે AIRJPના ડો.હંસરાજ માંડણભાઈ સામે વિજય.

નરેન્દ્ર મોદીએ ચાર્જ લીધો

કેશુભાઈ પટેલ અસ્વસ્થ હતા અને લોકપ્રિય રહ્યા નહોતા. અન્ય રાજ્યોની પેટાચૂંટણીઓમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી નરેન્દ્ર મોદીને સત્તા સંભાળવા માટે દિલ્હીથી ગુજરાત મોકલવામાં આવ્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની મુદત પૂરી થવાના આઠ મહિના પહેલાં આવનારી ચૂંટણી જીતવા માટે હાકલ કરી હતી. ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી. કોંગ્રેસને માત્ર 51 બેઠકો મળી હતી.

વર્ષ 2002ની ચૂંટણી

નરેન્દ્ર મોદીએ કારભાર સંભાળ્યા બાદ પણ ભાજપ અમુક સીટો જીતી શકી નહોતી. ઉમેદવાર બદલવા છતાં પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો.

બોરસદઃ કોંગ્રેસના સોલંકી ભરતભાઈ માધવસિંહનો ભાજપના રાજ બૈરાજબેન ભૈરવસિંહ સામે વિજય.

ઝઘડિયાઃ JDUના છોટુભાઈ વસાવાનો કોંગ્રેસના દલપતસિંહ વસાવા સામે વિજય.

વ્યારા: કોંગ્રેસના ચૌધરી તુષારભાઈ અમરસિંહભાઈનો INDના ગામિત પ્રતાપભાઈ બાબુભાઈ સામે વિજય.

ભિલોડા: કોંગ્રેસના ડો.અનિલ જોશિયારાનો ભાજપના ઉપેન્દ્ર ત્રિવેદી સામે વિજય.

મહુધા: કોંગ્રેસના ઠાકોર નટવરસિંહ ફુલસિંહનો ભાજપના ટહેલ્યાણી કુમાર મેઘરાજ સામે વિજય.

વર્ષ 2002 અને 2007માં ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી, પરંતુ સીમાંકન અંગે કંઈ કરી શક્યું નહોતું. વર્ષ 2012માં સીમાંકન બાદ અન્ય વિધાનસભા સીટો ઉમેરવામાં આવી હતી.

વર્ષ 2007ની ચૂંટણી

બોરસદઃ કોંગ્રેસના અમિતકુમાર અજીતકુમાર ચાવડાનો ભાજપના ગોહિલ પ્રતાપસિંહ ફતેસિંહ સામે વિજય.

ઝઘડિયા: JDUના છોટુભાઈ વસાવાનો કોંગ્રેસના વસાવા ચંદુભાઈ મગનભાઈ સામે વિજય.

વ્યારા: કોંગ્રેસના પુનાભાઈ ધેડાભાઈ ગામીતનો ભાજપના ગામીત પ્રતાપભાઈ બાબુભાઈ સામે વિજય.

ભિલોડા: કોંગ્રેસના અનિલ જોશિયારાનો ભાજપના ચૌધરી વિપુલભાઈ માનસિંહભાઈ સામે વિજય.

મહુધાઃ કોંગ્રેસના નટવરસિંહ ફુલસિંહ ઠાકોરનો ભાજપના સુરેશ ભટ્ટ સામે વિજય.

વર્ષ 2012ની ચૂંટણી

બોરસદ: કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારનો ભાજપના સોલંકી નયનાબેન રમણભાઈ સામે વિજય.

ઝગડિયાઃ JDUના છોટુભાઈ વસાવાનો કોંગ્રેસના વસાવા બાલુભાઈ છોટુભાઈ સામે વિજય.

વ્યારા: કોંગ્રેસના પુનાભાઈ ધેડાભાઈ ગામીતનો ભાજપના ગામીત પ્રતાપભાઈ બાબુભાઈ સામે વિજય.

ભિલોડા: કોંગ્રેસના અનિલ જોશિયારાનો ભાજપના નીલાબેન હસમુખભાઈ મડિયા સામે વિજય.

મહુધાઃ કોંગ્રેસના નટવરસિંહ ફુલસિંહ ઠાકોરનો ભાજપના સોઢા ખુમાનસિંહ રતનસિંહ સામે વિજય.

આંકલાવ: કોંગ્રેસના અમિત ચાવડાનો ભાજપના સોલંકી જસવંતસિંહ અમરસિંહ સામે વિજય.

દાણીલીમડાઃ કોંગ્રેસના શૈલેષ મનુભાઈ પરમારનો ભાજપના ગીરીશ પરમાર સામે વિજય.

ગરબાડા: કોંગ્રેસના બારીયા ચંદ્રિકાબેન છગનભાઈનો ભાજપના રાઠોડ મોહિન્દ્રાબેન અજીતસિંહ સામે વિજય.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી સાથે નાનકડી આધ્યાનો વીડિયો તમે જોયો કે નહીં?

વર્ષ 2017ની ચૂંટણી

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હતા. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ જે સીટ પર પોતાનો પરચમ લહેરાવી શકી નહોતી, તે સીટ પર ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો.

બોરસદ: કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારનો ભાજપના સોલંકી નયનાબેન રમણભાઈ સામે વિજય.

ઝઘડિયા: BTPના વસાવા છોટુભાઈ અમરસિંહનો ભાજપના રવજીભાઈ ઈશ્વરભાઈ વસાવા સામે વિજય.

વ્યારાઃ કોંગ્રેસના પુનાભાઈ ધેડાભાઈ ગામીતનો ભાજપના ચૌધરી અરવિંદભાઈ રમસીભાઈ સામે વિજય.

ભિલોડા: કોંગ્રેસના અનિલ જોશિયારાનો ભાજપના પી.સી.બરંડા સામે વિજય.

મહુધાઃ કોંગ્રેસના ઈન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારનો ભાજપના ભરતસિંહ રાયસિંગભાઈ પરમાર સામે વિજય.

આંકલાવ: કોંગ્રેસના અમિત ચાવડાનો ભાજપના હંસાકુંવરબા જનકસિંહ રાજ સામે વિજય.

દાણીલીમડાઃ કોંગ્રેસના શૈલેષ મનુભાઈ પરમારનો ભાજપના જીતુભાઈ વાઘેલા સામે વિજય.

ગરબાડા: કોંગ્રેસના બારીયા ચંદ્રિકાબેન છગનભાઈનો ભાજપના ભાભોર મહેન્દ્રભાઈ રમેશભાઈ સામે વિજય.

ભાજપ ખેડબ્રહ્મા, દાંતા, જસદણ અને ધોરાજી વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતી શક્યું નહોતું. ભાજપને આ બેઠકો પર માત્ર પેટાચૂંટણીમાં જ સફળતા મળી હતીઃ ખેડબ્રહ્મા (1990), દાંતા (2007, 2009), જસદણ (2009, 2018) અને ધોરાજી (2013).

જે બેઠકો પર હાર મેળવી ત્યાં આદિવાસીની સંખ્યા વધુ

ભાજપે જે બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો, તે બેઠકો પર આદિવાસીનું વર્ચસ્વ વધુ છે. જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી હતી. આ ગુજરાતના 27 મતવિસ્તારોનો ભાગ છે, જેમાં આદિવાસીનો નોંધપાત્ર પ્રભાવ છે, જે 14 પૂર્વીય જિલ્લાઓમાં વિસ્તારિત છે. આ તમામ બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.

વર્ષ 1962ની ચૂંટણી બાદ બોરસદના મતદાતા કોંગ્રેસને જ વોટ આપે છે. કોંગ્રેસે 1985 સુધી ઝઘડિયા બેઠક જીતી હતી, ત્યારબાદ 2017માં જનતા દળ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી માટે છ વખત મતદાન થયું હતું. વ્યારામાં હંમેશા કોંગ્રેસના ઉમેદવારો અથવા બળવાખોરોને સમર્થન આપવામાં આવ્યું છે. આદિવાસીઓમાં હિંદુત્વની રાજનીતિમાં બહુ ઓછા લોકો રહેલા છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ સબલ્ટર્ન હિંદુત્વને મર્યાદિત સફળતા મળી છે.

ભાજપ મુખ્યત્વે હિન્દુઓને અપીલ કરતો જોવા મળે છે. આ કારણોસર આદિવાસીઓ અથવા તો દલિતો અને મુસ્લિમો પર જીત મેળવવી મુશ્કેલ છે. હાલમાં ઓડિશા, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપને જીત મળી રહી છે.

” isDesktop=”true” id=”1288601″ >

હવે શું?

ભાજપ હવે 2017થી પણ વધુ સારા પ્રદર્શનની આશા રાખે છે, જ્યારે તેને માત્ર આઠ આદિવાસી બેઠકો મળી હતી, તો કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. ત્યારે ભાજપે દ્રૌપદી મુર્મુને ભારતના રાષ્ટ્રપતિ બનાવીને રાજ્યની 15 ટકા વસ્તી ધરાવતા અનુસૂચિત જનજાતિને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

ભાજપને આશા છે કે, ગુજરાત ચૂંટણીમાં AAPની એન્ટ્રીથી પોતાના અસ્તિત્વની ટકાવવાના પ્રયત્ન કરતી કોંગ્રેસના મતોમાં ઘટાડો થશે. કોંગ્રેસની ચૂંટણીમાં હાર થવાથી કેટલાક ટોચના નેતાઓની પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે, તો કેટલાકને ટિકિટ ન મળતાં પક્ષમાં મતભેદ થયા છે.

તો બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રચાર માટે તેમની ભારત જોડો યાત્રામાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. જ્યાં પહેલેથી જ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.

પરંતુ મત વિભાજન બંને રીતે કામ કરે છે. AAP મુખ્યત્વે શહેર કેન્દ્રિત પાર્ટી છે. ગામડાઓમાં વધુ સારું પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસ શહેરી વિસ્તારોમાં જોર નથી લગાવી શકી. તેથી શહેરોને સર કરવા ભાજપ માટે ખૂબ આસાન બની રહેશે. સૈદ્ધાંતિક રીતે, AAP પણ તેના શહેરી ગઢમાં ભાજપને નુકસાન પહોંચાડે તેવી શક્યતાને નકારી શકાય નહીં.

જોકે, ભાજપના મતોના સંભવિત વિભાજનને કારણે કેટલાક શહેરોમાં કોંગ્રેસને પણ ફાયદો થઈ શકે છે. ઓપિનિયન પોલ્સ એ પણ સૂચવ્યું છે કે, AAP શહેરી વિસ્તારોમાં પ્રવેશ કરી રહી છે.

જેમ જેમ ગુજરાત બે તબક્કાના મતદાન માટે તૈયાર થઈ રહ્યું છે, ઘણા લોકોને 1980માં ભાજપના પ્રથમ અધિવેશનમાં અટલ બિહારી વાજપેયીના ભાષણની યાદ અપાવી છે: “અંધારું જશે, સૂર્ય બહાર આવશે અને કમળ ખીલશે.”

વાજપેયીએ જે શરૂઆત કરી હતી તે ઘણી હદ સુધી સીએમ અને ત્યારબાદ પીએમ મોદીએ પૂર્ણ કરી હતી. શું આ વખતે ગુજરાતનું કમળ વધુ મજબૂતીથી ખીલશે? એ તો હવે 8 ડિસેમ્બરે જ જાણવા મળશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી



Source link

Leave a Comment