Table of Contents
ગુરુ ગ્રહનો પ્રભાવ
ગુરુ માર્ગી થવાનો તમામ રાશિના જાતકો પર વિશેષ પ્રભાવ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે જાતકોમાં ગુરુ ગ્રહ સારા ભાવમાં રહે છે અને તેમને શુભ ફળ પ્રદાન કરે છે. ગુરુ ગ્રહના કારણે જાતકના જીવનમાં ખુશહાલી અને સુખ-સમૃદ્ધિ આવે છે.આ પણ વાંચો : Chanakya Niti: પુરુષોની આ વસ્તુ જોઇને મહિલા કરવા લાગે છે આ કામ, થઇ જાય છે બેકાબૂ
ગુરુ ગ્રહ ક્યારે થશે માર્ગી
ગુરુ ગ્રહ 24 નવેમ્બર 2022ના રોજ સવારે 04 વાગીને 36 મિનિટે માર્ગી થઇ ગયા છે.
ગુરુ ગ્રહની ચાલ બદલવાથી બન્યો ખાસ યોગ
ગુરુના મીન રાશિમાં માર્ગી થવાથી હંસ પંચ મહાપુરુષ યોગનું નિર્માણ થયું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ધન, વેપાર, તથા કરિયરમાં સફળતા માટે લાભકારક માનવામાં આવ્યો છે. માન્યતા છે કે આ યોગમાં કરવામાં આવેલા કાર્યોમાં સફળતા હાંસેલ થાય છે.
આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય
હંસ પંચ મહાપુરુષ યોગનો મીન રાશિ પર પ્રભાવ
ગુરુના માર્ગી થવા અને હંસ પંચ મહાપુરુષ યોગ બનવાથી મીન રાશિના જાતકોના ‘અચ્છે દિન’ શરૂ થઇ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. અપરણિત જાતકોના લગ્ન નક્કી થઇ શકે છ. આ દરમિયાન કોઇપણ નવા કામની શરૂઆત કરવી લાભકારી રહેશે. રોજગારની શોધમાં હોય તેવા જાતકોને ખુશખબર મળી શકે છે.
ગુરુ માર્ગીથી મીન રાશિ પર કેવો પ્રભાવ પડશે
જ્યોતિષાચાર્યો અનુસાર, મીન રાશિના જાતકો માટે ગુરુ પ્રથમ અને દશમ ભાવનો સ્વામી છે. ગુરુ ગ્રહણ સાથે જ શનિદેવની પણ તમારી રાશિ પર નજર હશે. હકીકતમાં 17 જાન્યુઆરી 2023થી મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થશે. તેવામાં મીન રાશિના જાતકોને ગુરુ ગ્રહની કૃપાથી આર્થિક લાભ થઇ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Guru Gochar, Guru upay, Guru Vakri 2022, Gurudev