આચાર્ય ચાણક્યના જ્ઞાનને તેમની નીતિઓના રૂપે ઓળખવામાં આવે છે. તેમના નીતિ શાસ્ત્રમાં જીવનને સાચો માર્ગ બતાવવા વિશે જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Chanakya Niti: પુરુષોની આ વસ્તુ જોઇને મહિલા કરવા લાગે છે આ કામ, થઇ જાય છે બેકાબૂ
આ જ કડીમાં આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ ગ્રંથમાં સ્ત્રીઓ વિશે તે ખાસ વાતો જણાવી છે જે સ્ત્રીઓ પોતાના મનમાં છુપાવીને રાખે છે. કોઇને જણાવતી નથી. ચાણક્યએ પોતાની નીતિમાં પુરુષો અને મહિલાો વિશે અંતર પણ જણાવ્યું છે, જેમાં તેમની ભાવનાઓ વિશે જણાવવામાં આવ્યું છે.
Table of Contents
સ્ત્રીનો આહાર
આ શ્લોકો અર્થ છે આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં સ્ત્રીઓની તાકાત વિશે જણાવ્યું છે. આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીનો આહાર એટલે કે તેમની ભૂખ પુરુષો કરતાં બમણી હોય છે. વર્તમાનમાં ઘણી સ્ત્રીઓ સાથે આવું નથી. આ જ કારણ છે કે આજના સમયમં રહેણીકરણી અને ખાણીપીણીની ગરબડ જોવા મળે છે.
સ્ત્રીઓમાં શરમ
આ ઉપરાંત ચાણક્ય કહે છે કે સ્ત્રીઓમાં શરમ એટલે કે લજ્જા પુરુષો કરતાં ચાર ગણી વધુ હોય છે. મહિલાઓમાં શરમ એટલી વધુ હોય છે કે તે કોઇપણ વાત કહેવામાં ઘણીવાર વિચાર કરે છે.
આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય
છ ગણું સાહસ
તેવામાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં છ ગણુ સાહસ પણ હોય છે. તેથી જ સ્ત્રીઓને શક્તિ સ્વરૂપ પણ માનવામાં આવી છે. ચાણક્યએ પોતાના શ્કોલમાં તેમ પણ લખ્યું છે કે મહિલાઓ પુરુષો કરતાં વધુ સાહસી હોય છે. પરંતુ સામાન્ય લોકો તેનાથી બિલકુલ વિપરિત સમદે છે કે પુરુષો મહિલાઓના મુકાબલે વધુ સાહસી હોય છે.
કામેચ્છા મહિલાઓમાં પુરુષો કરતા વધુ
સાથે જ ચાણક્યએ કહ્ઉં કે સ્ત્રીઓમાં કામેચ્છા પણ પુરુષો કરતાં આઠ ગણી વધુ હોય છે, પરંતુ તેમનામાં લજ્જા અને સહનશક્તિ પણ વધુ હોવાથી તે તેને ઉજાગર નથી થવા દેતી. આ ઉપરાંત ધર્મ અને સંસ્કારને ધ્યાનમાં રાખતા પરિવારને સંભાળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Acharya Chanakya, Chanakya, Chanakya Niti, Sampurna chanakya niti