ચૂંટણીપંચ પણ હાઇટેક : બારકોડેડ મતદાર સ્લીપની વહેંચણી શરૃ કરાઇ


- સુરતમાં
16 બેઠકો પર
કુલ
45.47 લાખ મતદારો નોંધાયેલા છેઃ ઘરેબેઠા બારકોડ સ્કેનીંગ
કરી શકાય

સુરત

આજના
હાઇટેક યુગમાં સ્ક્રેનનો જમાનો આવી ગયો હોવાથી ચૂંટણી પંચ પણ કેમ પાછળ રહે
? આ વખતે તમામ ૧૬
વિધાનસભાના ૪૭.૪૫ લાખ મતદારોને ઘરબેઠા સ્કેનીંગની સગવડવાળી બારકોેડેડ મતદાર સ્લીપ
વહેંચવાની શરૃઆત થઇ ગઇ છે. સ્લીપમાં આપેલ કોડ સ્કેન કરવાથી મતદારની અતિથી ઇતિ
સુધીની માહિતી ઓનલાઇન જોઇ શકાશે.

આગામી ૧
લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી
છે. જેમાં મતદારોએ કયા મતદાન મથક પર કયા વિસ્તારમાં મતદાન કરવા જવુ તે માટે ચૂંટણી
પંચ દ્વારા દરેક મતદારોને સ્લીપ આપવામાં આવશે. દર વખતે મતદારોને ફોટાવાળી સ્લીપો
આપવામાં આવે છે. આ વખતે ફોટાના બદલે બારકોડેડ મતદાર સ્લીપ આપવામાં આવી રહી છે. આ
બારકોડેડની ખાસિયત એ છે કે સ્કેન કરતા જ મતદારોની વિગત જોવા મળશે.
સ્લીપમાં
મતદારનું નામ
, વિધાનસભા મતવિસ્તાર, મતદાર ઓળખપત્ર, મતદાન ભાગ, સરનામું મતદાર ક્રમાંક, મતદાન મથકનું નામ, સીઇઓ ની વેબસાઇટ,સીઇઓ કોલ સેન્ટર, ટોલ ફી નંબર સહિતની તમામ વિગતો સ્ક્રેન
કરવાથી મળી જશે. એટલુ જ નહીં મતદારસ્લીપની પાછળના ભાગે મતદાન મથકનો ગુગલ મેપ તથા મતદાનની તારીખ અને મતદાનનો
સમય પણ આપવામાં આવ્યો છે. આમ આજના સ્ક્રેન યુગમાં ચૂંટણી પંચ હાઇટેક થઇને તમામ વિગતો
ઓનલાઇન આપવાની શરૃઆત કરી છે. સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં દરેક ૪૭.૪૫ લાખ મતદારોને
આ સ્લીપ ઘરબેઠા પહોંચાડવાની શરૃઆત થઇ ચૂકી છે.



Source link

Leave a Comment