યુવતીને અન્ય સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં લગ્ન કરવાની ના પાડતા બળાત્કારની ફરિયાદ નોંધાવ્યાનો બચાવ નકારાયો
સુરત
યુવતીને અન્ય સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં લગ્ન કરવાની ના પાડતા બળાત્કારની ફરિયાદ નોંધાવ્યાનો બચાવ નકારાયો
લગ્નની
લાલચ આપીને છ વર્ષો સુધી યુવતિનું જાતીય શોષણ કરી ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભપાત
કરાવનાર આરોપી યુવકે બળાત્કારના ગુનામાં જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ
અશ્વિનકુમાર કે. શાહે નકારી કાઢી છે.
ઉન ખાતે
મદીના એપાર્ટમેન્ટમાં રહેતા 22 વર્ષીય આરોપી મહેમુદ તસવ્વર શેખ વિરુધ્ધ ભોગ બનનાર યુવતિએ તા.8-11-22
ના રોજ જાન્યુઆરી-2016થી જુન-2022ના સમયગાળા દરમિયાન લગ્નની લાલચ આપીને એકથી વધુવાર શરીર સંબંધ બાંધીને ગર્ભવતી
બનાવ્યા બાદ ગર્ભપાત કરાવીને લગ્નની કરવાની
ના પાડી દેવા અંગે સચીન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
આ
કેસમાં નવેમ્બર-2022થી જેલવાસ ભોગવતા આરોપી મહેમુદ શેખે જામીન આપવા માંગ કરી હતી.આરોપીના
બચાવપક્ષે જણાવ્યું હતું કે ફરિયાદીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં
લગ્ન કરવાની ના પાડી હતી.જેથી ફરિયાદીએ
દોઢ લાખ રૃપિયાની માંગણી ન સ્વીકારે તો બળાત્કારની ફરિયાદ કરવાનું જણાવી હાલની
ખોટી ફરિયાદ કરી છે.ફરિયાદી પોતે પુખ્ત છે અને છ વર્ષોથી પ્રેમસંબંધ રાખીને
સ્વેચ્છાએ પોતાની સાથે હરવા ફરવા આવતા હોઈ માત્ર લગ્ન ન કરવાના કારણે હાલની ફરિયાદ કરી છે.જેના
વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ એ.પંચોલીએ જણાવ્યું હતું કે હાલ ગુનાની તપાસ ચાલુ
હોવા ઉપરાંત ભોગ બનનારનુ કોર્ટ સમક્ષ નિવેદન લેવાનું બાકી છે.આરોપીએ લગ્નની લાલચે
ફરિયાદીનું શારીરિક શોષણ કરી ગર્ભપાત કરાવ્યો છે.બંને પક્ષકારો વચ્ચે સમજુતી કરાર
મુજબ આરોપીએ તા.3-9-22 સુધીમાં લગ્ન કરવાની શરત છે.