આ પરિસંવાદમાં GCCIના સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાન અને સભ્યોને આવકારવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ‘ભારતના અર્થતંત્રને વેગ આપનાર એવા ખૂબ જ મહત્વપૂર્ણ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત મુખ્ય ફાળો આપનાર રાજ્ય બન્યું છે અને આથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના ઉદ્યોગોએ સજ્જ થવું જોઈશે. વધુમાં તેમણે સૌ ઉદ્યોગકારોને વિધાનસભા ચૂંટણીના દિવસે મહત્તમ વોટિંગ થાય તે અંગેના પ્રયત્નો કરવા સૂચન કર્યું હતું.’GCCIના પ્રમુખ પથિકભાઈ પટવારીએ સંબોધનમાં ભારતની વિકાસયાત્રામાં ગુજરાતના મહત્વને દર્શાવામમાં આવ્યું હતું. પટવારીએ તેમના વક્તવ્યમાં ગુજરાતના ઉદ્યોગો માટેની ઉદ્ભવતી તકો વિષયે જણાવ્યુ હતુ. વધુમાં તેમને ગુજરાતની વિકાસયાત્રામાં મહત્તમ મતદાનની જરૂરિયાત વિષયે પણ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ભાજપે કોંગ્રેસમાંથી આવેલામાંથી કેટલાકને ટિકિટ આપી તો અમુકને ‘નો રિપિટ’માં મૂક્યાં!
Table of Contents
100 ટકા વોટિંગ કરાવવાના પ્રયત્ન
જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં ઉદ્યોગોને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 100% વોટિંગ થાય તે અંગે કર્મચારીઓ અને કામદારોમાં જાગૃકતા લાવવાના પ્રયત્નો કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત નરોડા એન્વિરો પ્રોજેક્ટ્સ લી. , નરોડાના ચેરમેન અને GCCIના પૂર્વ પ્રમુખ શૈલેષભાઇ પટવારીએ ગુજરાતના ઉદ્યોગોની હાલની સ્થિતિ અને વિકાસને વધુ વેગ આપવામાં પડતી મુશ્કેલીઓ અંગે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ત્યારે ગુજરાતના યુવાનોએ સરકાર પાડીને રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું
ચૂંટણીના દિવસે મતદાન કરવાની જાગૃતિ માટે કાર્યક્રમ
આ પરિસંવાદમાં ઉપસ્થિત એસોસિએશન અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ દ્વારા વિધાનસભા ચૂંટણીના દિવસે 100% મતદાન થાય તે માટેની જાગૃતિ અને આગ્રહ રાખવામાં આવશે તે અંગેની શપથ લેવામાં આવી હતી. વધુમાં દરેક GIDCમાં તેમના કામદારોને મતદાનના દિવસે આ માટેનો પૂરતો સમય આપવામાં આવશે અને ઉદ્યોગો દ્વારા તેમના કર્મચારીઓને મતદાન કરવા પ્રોત્સાહન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને આ અંગે વિવિધ સમાચારપત્રો અને અન્ય માધ્યમો થકી જાણ કરવામાં આવશે તેવું નિર્ણય લેવામાં આવ્યો હતો.
GCCI દ્વારા MoU કરવામાં આવ્યાં
GCCI દ્વારા ગુજરાતના ચીફ ઈલેક્ટોરલ ઓફિસર સાથે એક MoU પણ કરવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે પહેલા તબક્કામાં GCCI અને ચીફ ઈલેક્ટોરલ ઓફિસર, ગુજરાત દ્વારા મતદારોના રેજીસ્ટ્રેશન માટે AVSAR (All Voters Spirited, Aware and Responsible) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મતદાનના દિવસે રજા આપી
બીજા તબક્કામાં GCCIની બિઝનેસ વિમેન કમિટી અને યુથ વિંગ દ્વારા મતદાન અંગે જાગૃકતા લાવવા માટે વિશ્વવિદ્યાલય અને કોલેજોમાં કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેમાં ચીફ ઈલેક્ટોરલ ઓફિસર, ગુજરાતના ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં GCCI દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓ અને કામદારોને મતદાન કરવા 3-4 કલાક માટે જવા પરવાનગી આપવા અથવા શક્ય હોય તો તે દિવસે સવેતન રજા આપવા અપીલ કરવામાં આવી હતી. આ દિવસે GCCI દ્વારા તેમના કર્મચારીઓને પણ સવારે 8:00 કલાક થી બપોરે 1:00 કલાકમાં મતદાન કરવા માટે રજા આપવામાં આવી છે.GCCIના ઉપપ્રમુખ યોગેશભાઈ પરીખ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમને સમાપ્ત કરવામાં આવ્યું હતું.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bjp gujarat, Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022