જેસરના રાણીગાળા વિસ્તારમાં સાવજે ચાર ઘેટાનું મારણ કર્યું


- રાની પશુઓની રંજાડથી લોકો પરેશાન

- વન વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પંચરોજકામ કરાયું : માલધારી ભયભીત

જેસર

જેસર તાલુકાના રાણીગાળા ડુંગરાળ વિસ્તારમાં છાશવારે રાની પશુઓની રંજાડ થવા પામે છે જે અંતર્ગત આજે ડુંગરાળ વિસ્તારમાં ઘેટા-બકરા ચરી રહ્યા હતા ત્યારે સાવજ આવી ચડી ચાર પશુના મારણ કર્યાં હતાં. જે અંગે વન વિભાગે પંચરોજકામ કર્યું હતું.

જેસરમાં રહેતા અને ઘેટા બકરાના વ્યવસાય સાથે સંકળાયેલા રઘુભાઇ ખેતાભાઇ ઝાપડા રોજના નિત્યક્રમ મુજબ પોતાના ૫૦ થી ૬૦ ઘેટા બકરા લઇ ડુંગરાળ વિસ્તારમાં પોતાના માલિકીના ઘેટા બકરા ચરાવતા હતા જેમાં અચાનક બપોરના ચાર કલાકે બીડમાંથી આવી ચડેલા સાવજે ઘેટા બકરાના ટોળામાં ખાબકી ત્રણ ઘેટા બકરાનું સ્થળ ઉપર મારણ કરી નાખ્યું હતું તેમજ બીજા બે ઘેટા બકરાને નોર બેસાડી ઇજાઓ પહોંચાડી હતી તેમજ એક ઘેટાને પોતાનો શિકાર બનાવી સાવજ ઉપાડી ગયો હતો જેથી રઘુભાઇ ઝાપડાએ ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટના માણસો આવી ફોટાઓ પાડી જરૂરી ડોક્યુમેન્ટ માંગી સહાયની ખાતરી આપી હતી. આમ અવાર નવાર માલધારીઓ તેમજ ખેડૂતોના પશુઓનું મારણ થાય છે જેથી ખેડૂતો તેમજ માલધારીઓ સાવજો તેમજ દીપડાઓના હુમલાઓથી ભયભીત થઇ ગયા છે અને વાડી વિસ્તાર તેમજ સીમમાં જતા ભય અનુભવે છે.



Source link

Leave a Comment