જો તમે દર મહિને 10 હજાર રૂપિયા 15 વર્ષ સુધી SIP માં રોકો તો 50 લાખનું વળતર મળશે.


નવી દિલ્હીઃ કહેવામાં આવે છે કે રૂપિયાની જ રૂપિયા બને છે. તેનો અર્થ છે કે, જો તમારે બહુ જ રૂપિયા કમાવવા હોય તો રોકાણ કરવું જોઈએ અને તમારું રોકાણ જ તમને સારો નફો કરાવશે. રોકાણ તમને બચત કરતા શીખવાડે છે અને તમારા વગર કામના ખર્ચા પર રોક લગાવવાનું કામ કરે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, આખરે રોકાણ ક્યાં કરવું, જ્યાથી સારો નફો કમાઈ શકાય અને તમે ઓછા સમયમાં વધારે રકમના માલિક બની શકો?

નોકરી કરતા યુવાનો માટે રોકાણનો સૌથી સારો વિકલ્પ

આ મામલે નાણાકીય સલાહકાર શિખા ચતુર્વેદી કહે છે કે, આજના સમયમાં એક નોકરી કરનારા યુવાન માટે રોકાણનો સૌથી સારો વિકલ્પ છે Systematic Investment Plan એટલે SIP. એસઆઈપી ઓછા સમયમાં સારું વળતર આપે છે અને આમાં કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. હજુ સુધી મોટાભાગના કિસ્સાઓમાં જોવામાં આવ્યુ છે કે એસઆઈપી દ્વારા સરેરાશ 12 ટકા નફો થઈ જ જાય છે અને જો તમારી કિસ્મતે સાથ આપ્યો તો, તે 15 ટકા સુધી પહોંચી જાય છે. એસઆઈપી દ્વારા થોડા જ સમયમાં વ્યક્તિ લખપતિ બની જાય છે અને કરોડપતિ બનવાના તેના સપનાને સારી રીતે પૂરુ કરી શકે છે. જાણો કેવી રીતે?આ પણ વાંચોઃ દિવસેને દિવસે 20 ટકા વધી રહ્યા છે આ કંપનીના શેર, રોકાણકારો માલામાલ

SIP માં લાંબાગાળાનું રોકાણ અપાવે છે ફાયદો

શિખા કહે છે કે, આજના સમયમાં કોર્પોરેટમાં લોકો સારા રૂપિયા કમાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં 50થી 60 હજાર રૂપિયા કમાવવા નાની વાત નથી. જ્યારે સરકારી નોકરીમાં પણ સરળતાથી આટલો પગાર મળી જ જાય છે. જો તમે માસિક 60,000 રૂપિયા કમાણી કરો છો, તો ઓછામાં ઓછા 10,000 રૂપિયા તો રોકાણ માટે સરળતાથી નીકાળી શકાય છે, બાકી 50,000 રૂપિયા તમે ઈચ્છો તેમ ખર્ચ કરી શકો છો. આ 10,000ને તમારે એસઆઈપીમાં રોકો, તો થોડા જ વર્ષોમાં સરળતાથી 50 લાખ કે 1 કરોડ રૂપિયા મેળવી શકાય છે. એસઆઈપીમાં જેટલા લાંબા સમય માટે તમે રોકાણ કરો છો, તેટલો જ કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે.

આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

આવી રીતે બનશો 50 લાખ અને 1 કરોડના માલિક

SIP Calculatorના હિસાબથી જોઈએ તો, તમે દર મહિને 10,000 રૂપિયા 15 વર્ષ માટે એસઆઈપીમાં રોકાણ કરો છો, તો તમે કુલ 18,00,000 રૂપિયા રોકાણ કરશો. 12 ટકા કમ્પાઉન્ડિંગ વ્યાજના હિસાબથી 15 વર્ષોમાં તમને 32,45,760 રૂપિયાનો નફો થશે. જે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ દ્વારા ઘણું વધારે છે. આ રીતે 15 વર્ષ પછી તમને 32,45,760+18,00,000 = 50,45,760 રૂપિયા મળશે. જ્યારે તમે આ જ રોકાણને 5 વર્ષ માટે વધારી દો અને કાયમ રાખો, એટલે કે 20 વર્ષ સુધી સતત 10,000નું રોકાણ કરો છો, તો તમે કુલ 24,00,000નું રોકાણ કરશો અને તમને 12 ટકા કમ્પાઉન્ડિંગના હિસાબથી લગભગ 75,91,479 રૂપિયાનું વ્યાજ મળશે. 20 વર્ષ પછી તમને 24,00,000+75,91,479 = 99,91,479 કુલ રૂપિયા એટલે કે 1 કરોડ રૂપિયા મળશે. જો વ્યાજ 12 ટકાથી વધારે હશે તો નફો પણ વધારે થશે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Millionaire, SIP investment



Source link

Leave a Comment