લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત
કે.એલ રાહુલ અને અથિયા શેટ્ટી લગ્ન કરશે
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. આ દરમિયાન તેમના લગ્નના (K L Rahul and Athiya Shetty Wedding Date) સમાચાર છેલ્લા એક વર્ષથી હેડલાઇન્સમાં છે. જો કે હવે બંનેના લગ્નની તારીખ અને લગ્નનો આઉટફિટ પણ નક્કી થઈ ગયો છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર બંને આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અથિયા અને રાહુલના લગ્ન માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને તે બંનેને વહેલી તકે સાથે જોવા માંગે છે.
જાણો રાહુલ અને અથિયાના લગ્નની તારીખ
કે.એલ રાહુલ અને અથિયા શેટ્ટી અવારનવાર સાથે ફોટો શેર કરતા હોય છે. બંને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વીડિયો અને ફોટો શેર કરે છે. ફેન્સ પણ રાહુલ અને અથિયાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સુક છે. ન્યૂઝ પોર્ટલ પિંકવિલાના રિપોર્ટ અનુસાર રાહુલ અને અથિયાએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. જાન્યુઆરી 2023માં બંને જીવનભર એકબીજાના બની જશે. બંને પરિવારોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો મુજબ, “કે.એલ રાહુલ અને અથિયા શેટ્ટીએ પણ તેમના લગ્નના પોશાક પસંદ કર્યા છે.’