- yksLkk
Mk{Þ{kt ÷uÃkxkuÃkLkku WÃkÞkuøk Mkíkík ðÄe hÌkku Au, Ãký yu ík{Lku òuEíkwt
ÃkVkuo{LMk ykÃkíkwt Lk nkuÞ yuðwt çkLke þfu…
લેપટોપ અને સ્માર્ટફોનમાં એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે -
સ્માર્ટફોનમાં સ્ટોરેજ કેપેસિટી સતત વધી રહી છે અને લેપટોપમાં ઓછી સ્ટોરેજથી પણ
કામ ચાલી જાય છે! લેપટોપમાં હજી ૧ ટીબી કે વધુની કેપેસિટીવાળી પ્રમાણમાં જૂની
ટેક્નોલોજીની હાર્ડડિસ્ક જોવા મળે છે, પણ નવાં લેપટોપમાં ફક્ત ૧૨૮
કે ૨૫૬ જીબીની, નવી ટેક્નોલોજીની સોલિડ સ્ટેટ
ડિસ્ક હોય એવું પણ બને. કારણ એ કે લેપટોપમાં કામ કરતા લોકો હવે ક્લાઉડ સ્ટોરેજ તરફ
વળવા લાગ્યા છે!
લેપટોપનું પર્ફોર્મન્સ ઘણી બાબતો પર આધાર રાખે છે, પરંતુ તમારું લેપટોપ જૂનું હોય કે તમે બજેટની મર્યાદાને કારણે વિવિધ બાબતે ઓછી
કેપેસિટીવાળું લેપટોપ પસંદ કર્યું હોય તો એ સમય સાથે વધુ ને વધુ ધીમું થતું જાય
છે. પીસીની સરખામણીમાં લેપટોપને અપગ્રેડ કરવું પ્રમાણમાં મુશ્કેલ હોય છે. આથી જો
તમે જૂના લેપટોપને હજી થોડો વધુ સમય ચલાવવા માગતા હો તો કેટલીક સાદી રીત અજમાવીને
તે ફરી થોડું ફાસ્ટ થાય એવા પ્રયાસ કરી શકો છો. આવી કેટલીક રીત જાણી લઈએ.
ík{kÁt ™u
÷uÃkxkuÃkLkwt {ÂÕx xk®Mføk ½xkzku!
આજના સમયમાં મલ્ટિ ટાસ્કિંગ કરવું લગભગ અનિવાર્ય છે. એક તરફ આપણે લેપટોપમાં
માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીને તેમાં કામ કરતા હોઇએ. બીજી તરફ કોઈ ડેટા જોવા માટે
એક્સેલ પ્રોગ્રામ ઓપન કર્યો હોય. તેની સાથે કંઈક સર્ચ કરવા માટે બ્રાઉઝર પણ ઓપન
કર્યું હોય…. આ બધાની સાથે આપણે સોશિયલ
મીડિયા પરની પોસ્ટ્સ અને રીએક્શન્સ તો ચેક કરતા જ રહીએ!
આ રીતે ઘણું બધું કામ એક સાથે કરવાનો ભાર લેપટોપની સાથોસાથ આપણા મગજ પર પણ
ચઢતો હોય છે, પરંતુ એ આપણને દેખાતો નથી.
જ્યારે લેપટોપ તો મશીન છે, એના પરનો ભાર તરત દેખાઈ આવે
છે! લેપટોપનાં સ્પેસિફિકેશન્સ બહુ સારાં ન હોય તો વધુ પડતા મલ્ટિ ટાસ્કિંગથી તે
તરત ધીમું પડવા લાગે છે.
આ કારણે જો તમારું લેપટો લેટેસ્ટ અને સારી કેપેસિટીનું ન હોયટ તો તમને ગમે કે
ન ગમે, ફાવે કે ન ફાવે, તેના પર મલ્ટિ ટાસ્કિંગ તમારે ઓછું કરવું જ પડશે.
આ કામ બે રીતે થઈ શકેઃ
એક, આપણે લેપટોપમાં એક સાથે ઘણા
બધા પ્રોગ્રામ્સ ઓપન કરવાનું પ્રમાણ ઘટાડીએ.
બીજું, લેપટોપમાં ઇન્સ્ટોલ કરેલા
પ્રોગ્રામ્સની સંખ્યા પણ શક્ય એટલી ઘટાડીએ.
પહેલા મુદ્દા આપણે નવું કંઈ કરવાનું નથી,
ફકત જે કરતા હતા - વધુ
પડતા પ્રોગ્રામ્સ ઓપન કરતાનું કામ - એ બંધ કરવાનું છે!
બીજા મુદ્દા માટે, લેપટોપમાં સૌથી નીચેના
સ્ટાર્ટ બટનની બાજુમાં Control
Panel સર્ચ કરી, તેને ઓપન કરો અને તેમાં પ્રોગ્રામ્સમાં જાઓ. અહીં તમે ઇન્સ્ટોલ કરેલા અને હવે
બિનજરૂરી લાગતા પ્રોગ્રામ્સ અનઇન્સ્ટોલ કરી શકાય. યાદ રાખશો કે જે પ્રોગ્રામ તમારે
કામનો છે કે નહીં તે સ્પષ્ટ ન હોય તેને અનઇન્સ્ટોલ કરશો નહીં.
આ બે બાબતો ઉપરાંત, એક ત્રીજા મુદ્દા તરફ પણ
ધ્યાન આપવા જેવું છે.
સ્માર્ટફોનની જેમ કમ્પ્યૂટરમાં પણ ઘણા પ્રોગ્રામ્સ, આપણે તેમને ઓપન ન કરીએ તો પણ બેકગ્રાઉન્ડમાં ચાલતા રહેતા હોય છે. આવા
પ્રોગ્રામ રેમનો સતત ઉપયોગ કરતા રહે છે. પરિણામે લેપટોપ ધીમું પડતું જાય છે.
તેનો સામનો કરવા માટે તમે જ્યારે પણ કોઈ નવી એપ કે પ્રોગ્રામ લેપટોપમાં
ઇન્સ્ટોલ કરો ત્યારે ઇન્સ્ટોલેશન સમયે ઓટોમેટિકલી રન
(એપ/પ્રોગ્રામનું નામ) વ્હેન આઇ સ્ટાર્ટ માય કમ્પ્યૂટર એવું કંઈક ચેકબોક્સ જોવા મળે તો તેને અનચેક કરી દો. આથી એ પ્રોગ્રામ તમે
લેપટોપ ઓપન કરો ત્યારે તેની સાથોસાથ આપમેળે રન થશે નહીં.
તમે જ્યારે પણ લેપટોપ ઓન કરો ત્યારે બેકગ્રાઉન્ડમાં ક્યા ક્યા પ્રોગ્રામ ચાલી
રહ્યા છે તે લેપટોપના સ્ક્રીન પર જમણી તરફની સિસ્ટમ ટ્રેમાં જોઈ શકાય છે. ધ્યાન
આપશો કે નીચેના ટાસ્કબારમાં વચ્ચેની તરફ જોવા મળતા પ્રોગ્રામ આઇકન આપણે પોતે ઓપન
કરેલા અથવા ક્વિક એક્સેસ માટે ટાસ્કબારમાં ઉમેરેલા પ્રોગ્રામના આઇકન હોય છે, તે બેકગ્રાઉન્ડમાં ચાલતા હોતા નથી.
બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા બધા પ્રોગ્રામ્સનું લિસ્ટ જોવા માટે ટાસ્કબારમાં
જમણી તરફ જોવા મળતા એરો પર ક્લિક કરો. અહીંથી તમને જે પ્રોગ્રામ સતત રન કરવો જરૂરી
ન લાગે તેને એક્ઝિટ કરી શકો છો.
જેમ કે અહીં વોલપેપરનો આઇકન જોવા મળે જેને તમે દૂર કરવા માગતા હો તો તેને
ક્લિક કરી સેટિંગ્સમાં જઇને તેને ક્વિટ કરી શકાય.
આ રીતે દર વખત બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા પ્રોગ્રામ શોધીને તેને ક્વિટ કરવાને
બદલે બિનજરૂરી પ્રોગ્રામ લેપટોપ સ્ટાર્ટ કરતાં આપોઆપ સ્ટાર્ટ થાય જ નહીં તેવું પણ
કરી શકાય. એ માટે કંટ્રોલ+શિફ્ટ + એસ્કેપ બટન પ્રેસ કરી ટાસ્ક મેનેજર ઓપન કરો.
તેમાં વધુ વિગતો જોવા ન મળે તો મોર ડિટેઇલ્સમાં જાઓ. અહીં સ્ટાર્ટઅપ ટેબમાં જે જે પ્રોગ્રામ આપોઆપ રન થાય તેનાં નામ જોવા મળશે. તમને જે પ્રોગ્રામ
બિનજરૂરી લાગે તેના પર ક્લિક કરી તેને ડિસેબલ કરી શકાય. અહીં પણ જે પ્રોગ્રામ
ઉપયોગી છે કે નહીં તેની ગૂંચવણ હોય એવા પ્રોગ્રામને ડિસેબલ કરશો નહીં.
ફક્ત આટલું કરવાથી પણ તમારા લેપટોપના પર્ફોમન્સમાં ફેર પડશે.
÷uÃkxkuÃkLke
Mxkuhus rLkÞr{ík ykuxku-õ÷eLk fhíkk hnku
તમારું લેપટોપ, પ્રમાણમાં સારાં સ્પેશિફિકેશન
હોવા છતાં સમય સાથે વધુ ને વધુ ધીમું પડી રહ્યું હોય તેવું લાગે છે? એક કારણ એવું હોઈ શકે કે તમે લેપટોપના મેઇન્ટેનન્સ માટે નિયમિત રીતે જે પગલાં
લેવાં જોઇએ તે લેતા નહીં હો.
આપણે લેપટોપનો જેમ જેમ ઉપયોગ કરતા જઇએ તેમ તેમ તેમાં ટેમ્પરરી ફાઇલ્સ જમા થતી
જાય છે. જો એ તરફ પૂરતું ધ્યાન આપીએ નહીં તો લાંબા ગાળે તે ખાસ્સી મુશ્કેલી ઊભી
કરી શકે છે. તેનો ઉપાય કરવા માટે ફોનના સેટિંગ્સમાં સિસ્ટમ અને તેમાં સ્ટોરેજમાં
જાઓ.
અહીં સ્માર્ટફોનની જેમ, તમારા લેપટોપમાં કઈ કઈ
બાબતોને કારણે વધુ સ્ટોરેજ ખર્ચાઈ રહી છે તે જોવા મળશે. અહીંથી તમે બિનજરૂરી
ફાઇલ્સ, ખાસ તો ટેમ્પરરી ફાઇલ્સ ડિલીટ
કરી શકો.
વિન્ડોઝ૧૦માં સ્ટોરેજ સેન્સ નામની એક સગવડ છે, એની મદદથી લેપટોપમાં બિનજરૂરી
રીતે રોકાતી સ્પેસ ઓટોમેટિકલી ખાલી થતી જાય છે.
એ સિવાય તમે સારા એન્ટિવાયરસ પ્રોગ્રામનો ઉપયોગ કરતા હો તો તેમાં પણ ડિસ્ક
ક્લિનઅપ માટેનાં ટૂલ્સ હોય છે. અઠવાડિયે એકાદ વાર પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો
લેપટોપમાં જમા થયેલી બિનજરૂરી ફાઇલ્સનો સફાયો થશે અને લેપટોપ પહેલાં કરતાં વધુ
સ્મૂધ રીતે પર્ફોર્મ કરવા લાગશે. જો તમારા લેપટોપમાં ૧૨૮ કે ૨૫૬ જીબી જેટલી ઓછી
સ્ટોરેજ ધરાવતી માત્ર એક એસએસડી ડ્રાઇવ હોય તો તેવા સંજોગમાં આ રીતે ડિસ્કનું
નિયમિત ક્લિનઅપ તમને ઘણું ઉપયોગી થશે.
÷uÃkxkuÃk
þxzkWLk fhðwt òuEyu fu ‘nkÞçkhLkux’ fheyu íkku [k÷u?
આપણે પોતાનો સ્માર્ટફોન અનિવાર્ય ન હોય એ સિવાય લગભગ ક્યારેય સાવ બંધ કરીને
તેને રિસ્ટાર્ટ કરતા હોતા નથી. તેની સરખામણીમાં પીસીને લગભગ આપણે દરરોજ શટડાઉન
કરતા હોઇએ છીએ અને બીજી સવારે તેને એકડે એકથી ઓપન કરતા હોઇએ છીએ. પીસીમાં આમ કરવું
સ્વાભાવિક છે. પરંતુ લેપટોપમાં ફક્ત સ્ક્રીનને બંધ કરી દેવાથી, લેપટોપ હાયબરનેશનની સ્થિતિમાં ચાલી જતું હોવાથી ઘણા બધા લોકોને લેપટોપ એ જ રીતે બંધ કરવાની ટેવ
હોય છે. આવી સ્થિતિમાં લેપટોપ પૂરેપૂરું શટડાઉન થતું હોતું નથી.
વાસ્તવમાં સ્માર્ટફોન હોય કે પીસી/લેપટોપ, ભલે દરરોજ નહીં, પરંતુ થોડા થોડા દિવસે તેમને
પૂરેપૂરા શટડાઉન કરીને રિસ્ટાર્ટ કરવાં જરૂરી છે. આમ કરવાથી તેમાં કંઈ પણ નાની
મોટી ખામી સર્જાઈ હોય, જેની ડિવાઇસના પર્ફોમન્સ પર
કોઈ અસર દેખાતી ન હોય, પણ હોય ખરી એ દૂર થઈ શકે છે.
ડિવાઇસ શટડાઉન કરી રિસ્ટાર્ટ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમ કરવાથી આપણે ઓપન
કરેલ એપ્સ કે પ્રોગ્રામ્સ જેમાં કામચલાઉ સ્ટોર થતા હોય છે તે રેમ પૂરેપૂરી ભૂંસાય
છે અને બધું તેમાં નવેસરથી સ્ટોર થવાનું શરૂ થાય છે.
આપણે કમ્પ્યૂટર રિસ્ટાર્ટ કરીએ ત્યારે ક્યારેક વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તેના
માટે મહત્ત્વના સિસ્ટમ પેચ ઇન્સ્ટોલ કરતી હોય છે. આ કારણે પણ પીસી કે લેપટોપ કમ સે
કમ બે ત્રણ દિવસે એક વાર પૂરેપૂરું શટડાઉન કરીને નવેસરથી રિસ્ટાર્ટ કરવાની ટેવ
કેળવવા જેવી છે.