મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ઘટના વિશે જાણકારી આપી છે. મુનમુન દત્તાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું હતું કે તેને ત્યાં એક નાનો અકસ્માત થયો હતો.
આ પણ વાંચો : Naga Shaurya Wedding:સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર અનુષા શેટ્ટી સાથે લગ્નના બંધનમાં બંધાયો, જુઓ ખૂબસૂરત તસવીરો
xમુનમુન દત્તાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “મારો જર્મનીમાં એક નાનો અકસ્માત થયો હતો. મને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. આ કારણે મારે મારી સફર અધવચ્ચે જ રોકવી પડી હતી અને હવે હું ઘરે પરત આવી રહી છું.”
જણાવી દઈએ કે આ દિવસોમાં એક્ટ્રેસ યુરોપમાં રજાઓ ગાળવા ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાની આ ટ્રિપના ફોટા અને વીડિયો પણ શેર કર્યા હતા. તેની એક પોસ્ટમાં, એક્ટ્રેસ સ્વિત્ઝરલેન્ડમાં હોટ ચોકલેટનો આનંદ માણતી જોવા મળી હતી. આ સિવાય તેણે રીલના કેટલાક વીડિયો પણ શેર કર્યા છે.
આ પણ વાંચો : Splitsvilla 14ની આ કન્ટેસ્ટન્ટની હૉટનેસ સામે ઉર્ફી જાવેદ પણ ફેલ, ફોટોઝ જોઇને ખુલ્લી રહી જશો આંખો
થોડા દિવસો પહેલા અમિત ભટ્ટના અકસ્માતના સમાચાર આવ્યા હતા
તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટ વિશે સમાચાર આવ્યા હતા કે સેટ પર તેમનો અકસ્માત થયો છે. તેને કહેવામાં આવ્યું કે તે શૂટિંગ દરમિયાન પડી ગયો હતો અને ડોક્ટરે તેને બેડ રેસ્ટની સલાહ આપી છે. જો કે અમિત ભટ્ટે આ સમાચારને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા.
અમિત ભટ્ટે પોતાનો વીડિયો શેર કર્યો અને કહ્યું, “હું કહેવા માંગુ છું કે આવું કંઈ થયું નથી. મને ખૂબ જ નાની ઈજા થઈ છે, હું સંપૂર્ણપણે ઠીક છું. ડૉક્ટરોએ મને 10 થી 12 દિવસ આરામ કરવાની સલાહ આપી છે.” હું મારા બધા સહ કલાકારોને ખૂબ જ મિસ કરી રહ્યો છું.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Babita Ji, Munmun Dutta, Tarak Maheta ka Ulta chasma, Tarak Mehta Ka Oolta Chashmah