આ ફેરફારો સૌ પ્રથમ સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ મેટ નાવરા દ્વારા જોવામાં આવ્યા હતા. ટ્વિટર પર સ્ક્રીનશૉટ્સ શેર કરતાં નાવરાએ લખ્યું, ફેસબુક 1 ડિસેમ્બર 2022થી પ્રોફાઇલમાંથી ધાર્મિક વિચારો અને ‘ઈન્ટરેસ્ટેડ ઈન” માહિતીને દૂર કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ Archean Chemicalનો GMP રુ.100ને પાર થયો, આજે લિસ્ટિંગ પછી શું કરવું અહીં સમજો
ફેસબુકમાં અગાઉ લોકોની વ્યક્તિગત પસંદગીઓ, તેમના ધાર્મિક વિચારો, રાજકીય મંતવ્યો અને તેમની જાતીય પસંદગીઓ વિશેની આખી કૉલમ હતી. લોકો ફેસબુક પર તેમની પ્રોફાઇલ બનાવતી વખતે ફોર્મ ભરવામાં કલાકો ગાળે છે, પરંતુ હવે સિસ્ટમ બદલાઈ રહી છે. ફેસબુક હવે જેમણે આ ફીલ્ડ ભર્યા છે તેવા યુઝર્સને મેસેજીઝ મોકલી રહ્યું છે કે, તેમની પ્રોફાઇલમાંથી અમુક વિગતો દૂર કરવામાં આવશે તેની જાણ લેવી.
આ પણ વાંચોઃ રોકાણ કરતા પહેલા જાણી લો નીતિન કામથની આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ, ફાયદામાં રહેશો
મેટાના પ્રવક્તા એમિલ વાઝક્વેઝે જણાવ્યું હતું હતું કે, Facebookને નેવિગેટ કરવા અને ઉપયોગમાં લેવાનું સરળ બનાવવાના અમારા પ્રયાસોના ભાગરૂપે અમે ઈન્ટરેસ્ટેડ ઇન, રિલિજિયસ વ્યુ, પોલિટિકલ વ્યુ અને એડ્રેસ જેવી થોડીક પ્રોફાઇલ ફીલ્ડને દૂર કરી રહ્યાં છીએ. અમે ફીલ્ડ્સ અગાઉથી ભરેલી હોય તેણે નોટિફીશન મોકલી રહ્યા છીએ. હવે આ ફીલ્ડ કાઢી નાખવામાં આવશે. જોકે આ ફેરફાર ફેસબૂક પર અન્યત્ર પોતાના વિશેની આ માહિતી શેર કરવાની કોઈની ક્ષમતાને અસર કરતાં નથી.
નોંધનીય છે કે, Facebookની મૂળ કંપની, મેટા, હાલમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેના પરિણામ સ્વરૂપે, કંપનીએ તમામ વિભાગોમાં લગભગ 11,000 કર્મચારીઓને બરતરફ પણ કર્યા છે.
મેટા કર્મચારીઓને સંબોધતા એક ઈમેલમાં માર્ક ઝકરબર્ગે લખ્યું હતું કે, તેઓ કંપનીમાં મોટા ફેરફારો કરી રહ્યા છે. તેમણે એ કર્મચારીઓની માફી પણ માંગી જેઓને નોકરીમાંથી વિદાય આપવામાં આવી અને તેની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. ઝુકરબર્ગે એમ પણ કહ્યું કે, આ પ્રક્રિયામાં જે કર્મચારીઓને અસર થઇ છે તેમને કેટ્લોક પગાર અને તેની સાથે તમામ જરૂરી સપોર્ટ મળશે. તેમણે કહ્યું, અમે 16 અઠવાડિયાના બેઝ પેમેન્ટ અને વાર્ષિક બે વધારાના અઠવાડિયા સર્વિસનું પેમેન્ટ ચૂકવીશું, તે પણ કોઈ મર્યાદા વિના. તેમણે મેલમાં એમ પણ કહ્યું કે કંપની છ મહિના સુધી લોકો અને તેમના પરિવારોની હેલ્થકેરનો ખર્ચ ઉઠાવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Facebook