ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તિહાર જેલના સત્તાવાર સૂત્રોએ દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને મસાજ કરનાર વ્યક્તિ કેદી છે અને તેનું નામ રિંકુ છે. તે બળાત્કારના કેસમાં જેલમાં બંધ છે, જેના પર POCSO એક્ટની કલમ 6 અને IPCની કલમ 376, 506 અને 509 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. તે ફિઝિયોથેરાપિસ્ટ નથી.
સિસોદિયાએ શું દાવો કર્યો?
વાસ્તવમાં, થોડા દિવસ પછી, સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા અને મુલાકાતીઓને મળતા હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેના પછી ભાજપ સહિત વિપક્ષી દળોએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને જૈનને મંત્રી પદ પરથી હટાવવાની માંગ કરી હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જૈનનો બચાવ કર્યો અને કહ્યું કે સત્યેન્દ્ર જૈનને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી, જેના કારણે તેઓ ‘ફિઝિયોથેરાપી’ કરાવી રહ્યા હતા. તેમણે ભાજપ પર સીસીટીવી ફૂટેજ લીક કરીને જૈનના સ્વાસ્થ્યના મુદ્દા પર “ખરાબ” રાજનીતિ રમવાનો આરોપ પણ લગાવ્યો.
જેલ વિભાગના પ્રભારી મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે જૈનને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને ભાજપ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારી રહી છે, તેથી તે આવી યુક્તિઓનો આશરો લઈ રહી છે. જો કે, ભાજપ સાંસદ સભ્યપરવેશ વર્માએ પાર્ટીના સાથીદારો મનજિન્દર સિંઘ સિરસા અને તજિન્દર પાલ બગ્ગા સાથે જૈન અને કેજરીવાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી, જેલમાં ‘ગેરકાયદેસર’ ગતિવિધિઓ કરવાનો આરોપ લગાવ્યો.
શું છે જૈનના વાયરલ વીડિયોમાં
તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈન (58) પીઠ અને પગની મસાજ કરાવતા હોવાના કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જૈનને કેટલાક દસ્તાવેજો વાંચતા જોઈ શકાય છે જ્યારે સફેદ ટી-શર્ટ પહેરેલ એક વ્યક્તિ તેમના પગમાં માલિશ કરતો જોવા મળે છે. ‘મિનરલ વોટર’ની બોટલો અને રિમોટ પણ જોઈ શકાય છે. અન્ય કથિત વીડિયોમાં તેઓ ખુરશી પર બેસીને માથાની મસાજ કરાવતા જોવા મળે છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, તિહાર જેલના અધિક્ષકને જેલમાં જૈનને વિશેષ સારવાર આપવામાં તેમની કથિત સંડોવણી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્ટમાં દાવો કર્યો હતો કે જૈનને તિહાર જેલની અંદર મસાજ અને વિશેષ ભોજન સહિતની વિશેષ સુવિધાઓ મળી રહી છે અને તેના દાવાને સાબિત કરવા માટે સીસીટીવી ફૂટેજ પ્રદાન કર્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર