દરિયાની અંદર મળ્યું વિશાળકાય જંગલ, વિસ્તાર જાણીને તમારી આંખો થઈ જશે પહોંળી


એમેઝોન, બોર્નિયો, કોંગો, ડેનટ્રી. આ વિશ્વના સૌથી મોટા અને પ્રખ્યાત જંગલોમાંથી એક છે. શું તમે ક્યારેય સમુદ્રની નીચે જંગલ વિશે સાંભળ્યું છે? વિશ્વમાં ઘણી જગ્યાએ સમુદ્રની નીચે જંગલો ઉપસ્થિત છે. જેનો નકશો તાજેતરમાં બનાવવામાં આવ્યો છે. જો આપણે આ બધા જંગલોનું કદ જોઈએ તો તે ભારતના ક્ષેત્રફળ કરતાં બમણું નિકળશે.

મોટા- મોટા જંગલો પણ છે. રશિયાથી કેનેડા સુધી બોરિયલ ફોરેસ્ટ (Boreal Forest) વિસ્તરેલું છે. પરંતુ શું તમે જાણો છો કે પાણીની નીચે કેટલા જંગલો છે. દરિયાની અંદર મોટા કેલ્પ (Kelp) અને સમુદ્રી વીડ (Seaweed)ના જંગલો છે. જેવું પહેલા વિચારી રહ્યાં હતા તેના કરતાં અનેક ગણા મોટા, લીલાછમ અને ગીચ જંગલો જોવા મળ્યા છે. આ જંગલોમાં દરિયાઈ પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ રહે છે.

ગ્રેટ આફ્રિકન સી ફોરેસ્ટ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા નજીક ગ્રેટ સધર્ન રીફના દરિયાકિનારાની નીચે આવેલું છે. વિશ્વના મહાસાગરોની અંદર આવા ઘણા જંગલો છે, જેનું કોઈ નામ નથી. તેમજ કોઈ તેને ઓળખતું પણ નથી. એક નવા સંશોધનમાં દુનિયામાં આવા કેટલા જંગલોનો ખુલાસો થયો છે. તેમનો નકશો પણ બનાવવામાં આવ્યો છે. જે તમને અહીં જોવા મળશે. આ અભ્યાસ ગ્લોબલ ઇકોલોજી એન્ડ બાયોજીઓગ્રાફી જર્નલમાં પ્રકાશિત થયો છે.

જમીનની જેમ સમુદ્રના જંગલો પણ બળી રહ્યા છે

આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ તાપમાનને કારણે માત્ર જમીનના જંગલો જ બળી રહ્યાં નથી. દરિયાની અંદર પણ ઉંચા તાપમાનના કારણે જંગલો સળગી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે પાણીની અંદર કઈ રીતે બળી શકે છે. પરંતુ મહાસાગરોના વધતા તાપમાનને કારણે આ જંગલોની ઇકોલોજી બગડી રહી છે. આબોહવા પરિવર્તનને કારણે તેમની કાર્બનની વૃદ્ધિ અને શોષણ કરવાની ક્ષમતા ઘટી રહી છે.

જમીનના જંગલોની જેમ, પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ દરિયાઈ જંગલોમાં રહે છે. (ફોટો: અનસ્પ્લેશ)

દરિયાઈ જંગલો શું છે, કયા પ્રકારના છોડવાઓ હોય છે?

દરિયાઈ જંગલો સામાન્ય રીતે સીવીડથી (Seaweed) બનેલા હોય છે. આ શેવાળનો એક પ્રકાર છે. તેઓ સૂર્યની ઊર્જા અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પ્રકાશસંશ્લેષણ દ્વારા વૃદ્ધિ પામે છે. જો ત્યાં સારી સીવીડ હોય તો તે ઊંચાઈમાં દસ મીટર સુધી ફેલાય છે. આ જંગલો વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આ જંગલો પાણીના મોજા સાથે ધીમે ધીમે આગળ વધે છે. જેમ અનેક પ્રકારના પ્રાણીઓ જમીન પરના જંગલોમાં રહે છે, તેવી જ રીતે ઘણી પ્રજાતિઓ દરિયાઈ જંગલોમાં રહે છે.

દરિયામાં વાંસ પણ હોય છે, જેઓ જમીનના વાંસ જેટલા જ લાંબા હોય છે.

દરિયાઈ વાંસ અને દરિયાઈ ઘાસ પણ આ દરિયાઈ જંગલોમાં જોવા મળે છે. દરિયાઈ વાંસ જમીન પર જોવા મળતા વાંસ જેટલો લાંબા હોય છે. જ્યારે દરિયાઈ ઘાસ ગેસોથી ભરેલી આકૃતિયો હોય છે, જે ફુગ્ગા જેવી હોય છે. તે જંગલમાં ફેલીને ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગેસનું સંતુલન બનાવે છે. તેમના મૂળીયા ખૂબ જ મજબૂત હોય છે, જેથી તેઓ દરિયાના મોજાને સહન કરીને સૂર્યપ્રકાશ તરફ આગળ વધી શકે.

આ આખી દુનિયાના દરિયાઈ જંગલનો નકશો છે, જેને વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કર્યા બાદ બનાવ્યો છે. (ફોટો: આલ્બર્ટ પેસારોડોના સિલ્વેસ્ટ્રે)

આ જંગલો કેટલા મોટા છે અને તે કેટલી ઝડપથી ફેલાય છે

દરિયાઇ સીવીડ (Seaweeds) ઝડપથી ફેલાતા અને વધતા છોડ છે. પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ વિસ્તાર કેટલો વિશાળ છે. જમીન પરના જંગલોનું માપન સેટેલાઇટ દ્વારા કરવામાં આવે છે. પરંતુ તે પાણીની હેઠળ મુશ્કેલ છે. કારણ કે મોટા ભાગના ઉપગ્રહો સમુદ્રની નીચે બહુ મેપિંગ કરવા સક્ષમ નથી. તેથી, આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ વિશ્વભરમાં હાજર દરિયાઇ જંગલો, દરિયા કિનારા વગેરેના ડેટાની શોધ કરી. આખી દુનિયામાં 60થી 72 લાખ ચોરસ કિલોમીટરના દરિયાઈ જંગલો છે. જે એમેઝોન કરતા પણ મોટા છે.

આપણા મહાસાગરો પૃથ્વી પર ઉત્પન્ન થતા 2400 ગીગાટન ગ્રીનહાઉસ વાયુઓમાંથી તમામ ભારે ગરમીને શોષી લે છે. આવી સ્થિતિમાં દરિયાઈ જંગલોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા દરિયાઈ જંગલો બળી રહ્યા છે. આમ દરિયાની અંદર આવેલા જંગલો બળવા પાછળ પણ માનવજાત જ જવાબદાર છે. ઊંચા તાપમાનને કારણે દરિયાઇ જંગલોની હાલત ખરાબ થઈ રહી છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, ઈસ્ટર્ન કેનેડા અને કેલિફોર્નિયાના દરિયાઈ જંગલોમાં સૌથી ખરાબ સ્થિતિ છે.

Published by:mujahid tunvar

First published:



Source link

Leave a Comment