દુબઈ જતા સમયે આ ચારેયના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા અને હવે તેઓ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફોટા શેર કરીને તેમના ચાહકોને દૂબઈમાં માણી રહેલા વેકેશનની ઝલક બતાવી રહ્યા છે.
દુબઈમાં રજાઓ મનાવી રહેલી સુહાના ખાનના ઘણા ફોટા સામે આવ્યા છે, પરંતુ તેમાંથી એક ફોટો ખૂબ જ ખાસ છે અને આ દિવસોમાં સુહાના ખાનના ચાહકોમાં આ ફોટોની ખૂબ ચર્ચા થઈ રહી છે. અસલમાં સુહાના ખાન દુબઈમાં તેની ડૂપ્લિકેટને મળી હતી. બરીહાએ તેના ઈન્સ્ટાગ્રામ પર સુહાના ખાન સાથેનો ફોટો શેર કરીને લોકોને આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: બોલ્ડ ડ્રેસમાં ફોટો શેર કરીને શ્રદ્ધા કપૂરે મચાવી હલચલ, ટ્વિટર પર કરવા લાગી ટ્રેન્ડ
સ્ટાર કિડ સુહાના ખાનના ફેન્સે પણ આ ફોટો પર ઘણી કોમેન્ટ કરી છે. ઘણા યૂઝર્સ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. એક યૂઝરે લખ્યું કે, ‘જ્યારે બહેનની બહેન સાથે થઈ મુલાકાત, વિશ્વાસ નથી આવતો.’ આ સિવાય સુહાનાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તેણે પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે.
સુહાના ટૂંક સમયમાં બોલિવૂડમાં કરશે ડેબ્યૂ
સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે ખુશી કપૂર પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના ખાન અને ખુશી કપૂર સિવાય અગસ્ત્ય નંદા પણ ‘ધ આર્ચીઝ’માં જોવા મળશે.
શનાયા કપૂર પણ આગામી દિવસોમાં કરશે બોલિવૂડમાં એન્ટ્રી
શનાયા કપૂર પણ ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘બેધડક’થી ડેબ્યૂ કરશે, આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી અને ગુરફતેહ પીરઝાદા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gauri Khan, Shanaya Kapoor, Suhana Khan